IND vs ENG: કેટલા વાગે શરૂ થશે પ્રથમ ટેસ્ટ, કયાં જોઈ શકશો ફ્રી Live, જાણો વિગત

IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી આ સિરીઝ બંને ટીમ માટે ખુબ મહત્વની છે.

IND vs ENG: કેટલા વાગે શરૂ થશે પ્રથમ ટેસ્ટ, કયાં જોઈ શકશો ફ્રી Live, જાણો વિગત

હૈદરાબાદઃ IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે. તો રોહિત શર્મા ટોસ સમયે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરશે. તેવામાં આવો જાણીએ આ મેચ કેટલા વાગે શરૂ થશે અને કયાં લાઈવ જોઈ શકાશે.

કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ ટેસ્ટ મેચ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલાની શરૂઆત 25 જાન્યુઆરીએ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકથી થશે. તો પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ નવ કલાકે થશે. આ મેચ દરમિયાન પ્રથમ સેશન સવારે 9.30 કલાકથી 11.30 સુધી ચાલશે. જ્યારે બીજું સત્ર બપોરે 12.10થી 2.10 સુધી રમાશે. જ્યારે ત્રીજુ સત્ર 2.30 કલાકથી 4.30 કલાક સુધી ચાલશે.

ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચના સેશનનો સમય
પ્રથમ સત્ર - સવારે 9.30 થી 11.30 સુધી

બીજું સત્ર - બપોરે 12.10 થી 2.10 સુધી

ત્રીજું સત્ર - બપોરે 2.30 થી 4.30 વાગ્યા સુધી

ફ્રીમાં કયાં જોશો Live મેચ?
બંને ટીમ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝનું લાઈ ટેલીકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર કરવામાં આવશે. તો લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર દેખાડવામાં આવશે. ખાસ વાત છે કે ક્રિકેટ ફેન્સ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર ફ્રીમાં જોઈ શકે છે.

ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
પહેલી ટેસ્ટ 25-29 જાન્યુઆરી 2024 હૈદરાબાદ
2જી ટેસ્ટ 2-6 ફેબ્રુઆરી 2024 વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ 15-19 ફેબ્રુઆરી 2024 રાજકોટ
ચોથી ટેસ્ટ 23-27 ફેબ્રુઆરી 2024 રાંચી
પાંચમી ટેસ્ટ 7-11 માર્ચ 2024 ધર્મશાલા

પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને અવેશ ખાન.

ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, ડેન લોરેન્સ, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news