અર્જુન મોઢવાડીયાને ગુજરાતના આ નેતાએ જાહેરમાં આપી ખુલ્લી ઓફર, કહ્યું; 'અમારી પાર્ટીમાં આવી જાવ...'
અર્જુન મોઢવાડીયા વિશે વહેતી થયેલી અટકળો બાદ તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કર્યો હતો. જો કે, વાત આટલાથી નહોતી અને આપ નેતા ગોપાલ ઈટાલિયાએ મોઢવાડિયાની ટ્વીટને રીટ્વીટ કરીને AAPમાં જોડાવવાની ઓફર આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં બરાબરનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટીએ એક-બીજાના ઉમેદવારોને તોડવાનું કામ શરૂ કરી દીધું છે. પરંતુ આ બધી વાતોમાં ભારતીય જનતા પાર્ટીમાં અનેક કોંગી નેતાઓ-કાર્યકરો અને ધારાસભ્ય જોડાયા છે. ત્યારે ફરી એકવાર રાજનીતિને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયા વિશે વહેતી થયેલી અટકળો બાદ તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કર્યો હતો. જો કે, વાત આટલાથી નહોતી અને આપ નેતા ગોપાલ ઈટાલિયાએ મોઢવાડિયાની ટ્વીટને રીટ્વીટ કરીને AAPમાં જોડાવવાની ઓફર આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ નેતાને ઓફર આપતા રાજકારણ ગરમાયું છે. જી હા...હાલમાં અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કોંગ્રેસ છોડવાના નથી. એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. પરંતુ ગોપાલ ઈટાલિયાએ તકનો લાભ લઈ અર્જુન મોઢવાડીને જાહેરમાં આપમાં જોડાવાની ઓફર આપી દીધી હતી.
આદરણીય અર્જુનભાઈ..
તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું.
અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ… https://t.co/8zpFmuNqKV
— Gopal Italia (@Gopal_Italia) January 24, 2024
સોશિયલ મીડિયા પર ગોપાલ ઈટાલીયાએ લખ્યું કે, આદરણીય અર્જુનભાઈ.. તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું. અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે. જય સીયારામ.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલેલી જોવા મળી રહી છે. આવનારા સમયમાં કોંગ્રેસની કેવી સ્થિતિ નિર્માણ પામે છે તે જોવું રહ્યું. કારણ કે, રાજકારણમાં સ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કહી ન શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે