IND vs BAN: શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી, ભારત પ્રવાસમાંથી થઈ શકે છે આઉટ

શાકિબને બાંગ્લાદેશી ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શાકિબને કારણ બતાવો નોટિસ મળી છે  ત્યારથી તેણે ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી.

IND vs BAN: શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી, ભારત પ્રવાસમાંથી થઈ શકે છે આઉટ

ઢાકા: આગામી મહિને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે પરંતુ આ બધા વચ્ચે બાંગ્લાદેશની ટીમની મુસીબતો ઓછી થતી જોવા મળી રહી નથી. પહેલા ક્રિકેટરોની હડતાળ, ત્યારબાદ ટીમના ખેલાડી સૈફૂદ્દીન અને તમીમ ઈકબાલનું ટીમમાંથી બહાર થઈ જવું અને હવે શાકિબ અલ હસનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી મળી છે નોટિસ. બોર્ડની શરતોનો ભંગ કરવાના મામલે શાકિબનો ભારત પ્રવાસ ખેડવો નિશ્ચિત લાગી રહ્યું નથી. 

શાકિબને બાંગ્લાદેશી ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શાકિબને કારણ બતાવો નોટિસ મળી છે  ત્યારથી તેણે ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી. બીસીબીના અધ્યક્ષ નઝમુલ હસન પહેલેથી કહી ચૂક્યા છે કે જો શાકિબે સંતોષજનક જવાબ ન આપ્યો તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 

હસને હવે એવા સંકેત આપ્યા છે કે શાકિબ ભારત પ્રવાસથી બહાર થઈ શકે છે. હસને બાંગ્લાદેશના એક પ્રમુખ અખબાર પ્રોથોમ આલોએ કહ્યું કે ટીમ બુધવારે ભારત પ્રવાસ માટે રવાના થશે અને કેટલાક ખેલાડીઓ ખાસ કરીને શાકિબ આ પ્રવાસથી બહાર રહી શકે છે.

જુઓ LIVE TV

શું કહ્યું હતું શાકિબે?
શાકિબ હાલમાં જ એક એમ્બેસેડર તરીકે ગ્રામીણ ફોન કંપની સાથે જોડાયો હતો અને બીસીબીના ખેલાડીઓ સાથેના કરાર મુજબ રાષ્ટ્રીય કરાર હેઠળ આવતા ક્રિકેટરો ટેલીકોમ કંપની સાથે જોડાઈ શકે નહીં. બોર્ડ શાકિબના આ વલણથી  ખુબ નારાજ છે અને તેમણે તે બદલ શાકિબને કારણ બતાવો નોટીસ મોકલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news