VIDEO: દિવાળી પાર્ટીમાં ગુરૂ રંધાવા સાથે આ બોલ્ડ અભિનેત્રીએ લગાવ્યાં જબરદસ્ત ઠુમકા

ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્માએ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર હાલ આ ડાન્સનો એક વીડિયો વાઈરલ છે. જ્યાં નિયાએ સૂટ સૂટ કરદા ગીત પર ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કર્યો છે. વીડિયો ક્લિપમાં નિયા ચમકદાર સિલ્વર ચણીયા ચોળીમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે. જ્યારે ગુરૂ એક ઓફ વ્હાઈટ કૂર્તામાં જોવા મળી રહ્યો છે. જેના પર તેણે એક નહેરુ જેકેટ અને જરીદાર રેપ પહેર્યા છે. 
VIDEO: દિવાળી પાર્ટીમાં ગુરૂ રંધાવા સાથે આ બોલ્ડ અભિનેત્રીએ લગાવ્યાં જબરદસ્ત ઠુમકા

નવી દિલ્હી: ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્માએ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર હાલ આ ડાન્સનો એક વીડિયો વાઈરલ છે. જ્યાં નિયાએ સૂટ સૂટ કરદા ગીત પર ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કર્યો છે. વીડિયો ક્લિપમાં નિયા ચમકદાર સિલ્વર ચણીયા ચોળીમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે. જ્યારે ગુરૂ એક ઓફ વ્હાઈટ કૂર્તામાં જોવા મળી રહ્યો છે. જેના પર તેણે એક નહેરુ જેકેટ અને જરીદાર રેપ પહેર્યા છે. 

નિયા અને ગુરુનો આ વીડિયો કોઈ દિવાળી પાર્ટીનો છે જેમાં મીકા સિંહ, કનિકા કપૂર, અદિતિ શર્મા, કપિલ શર્મા જેવા અનેક મોટી હસ્તીઓ સામેલ હતી. અત્રે જણાવવાનું કે નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી સફળ રહી છે. તેણે અત્યાર સુધી અનેક ટીવી સિરિયલ અને સાથે સાથે રિયાલિટી શો તથા કોમેડી શોમાં પણ કામ કર્યું છે., નિયાએ પોતાની કેરિયરની શરૂઆત 2010માં 'કાલી એક અગ્નિ પરીક્ષા'થી કરી હતી. ત્યારબાદ તેને લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ 'એક હજારોમે મેરી બહેના હૈ' અને 'જમાઈ રાજા'થી મળી. નિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 30 લાખ જેટલા ફોલોઅર્સ છે. નિયા તેના પરિવારમાં સૌથી નાની છોકરી છે. તેનો એક મોટો ભાઈ છે અને તે તેની માતાની ખુબ નજીક છે. બિલકુલ એક બેસ્ટ ફ્રેન્ડની જેમ. 

A post shared by ɴɪᴀ sʜᴀʀᴍᴀ, ᴍʏ ʟɪғᴇ 💃❤ (@nias_planetx) on

નિયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આ જ કારણે તે વર્ષ 2016માં ટોપ 50 સૌથી સેક્સી એશિયાઈ મહિલાઓની યાદીમાં 3જા નંબરે રહી. ઝી ટીવીના એક શો 'જમાઈ રાજા' ઉપરાંત નિયા 'કાલી એક અગ્નિપરીક્ષા',  'બહેને', 'એક હજારોમેં મેરી બહેના હૈ', 'બોક્સ ક્રિકેટ લીગ', 'કોમેડી નાઈટ્સ' બચાવો, જેવા ટીવી શો કરી ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news