World Cup 2019: બે મહિલા ફેન્સ સાથે શાસ્ત્રીનો ફોટો વાયરલ, થઈ ગયા ટ્રોલ
ફ્રિડમૈને મંગળવારે ભારતના દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા શાસ્ત્રીનો એક ફોટો ટ્વીટ કર્યો જેમાં તે બે મહિલાની સાથે ઉભા છે.
Trending Photos
સાઉથમ્પ્ટનઃ પોતાને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પ્રશંસક માનનારા ઓસ્ટ્રેલિયાના જાણીતા ટ્વીટર યૂઝર ડેનિસ ફ્રિડમૈને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને બે મહિલાઓ સાથે ફોટો પડાવવાને લઈને ટ્રોલ કર્યા છે. આ સિવાય અન્ય ટ્વીટર યૂઝરોએ પણ તેને ટ્રોલ કર્યાં હતા.
ફ્રિડમૈને મંગળવારે ભારતના દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા શાસ્ત્રીનો એક ફોટો ટ્વીટ કર્યો જેમાં તે બે મહિલાની સાથે ઉભા છે. ફોટોમાં બીજો એક વ્યક્તિ છે જે ભારતીય ટીમ સામે જોડાયેલો નથી. ટ્વીટર પર ફ્રિડમૈને લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે ભારતની વિશ્વકપની તૈયારી યોગ્ય રીતે થઈ રહી છે. શાસ્ત્રીના આ ફોટો પર એક ભારતીય પ્રશંસકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ફાઇનલ લેગ પર ફીલ્ડિંગ. એક અન્યએ લખ્યું કે, અમે મેદાન પર અને મેદાન બહાર પણ રમી રહ્યાં છીએ. એક યૂઝરે લખ્યું કે, તે ઈંગ્લેન્ડમાં એક ગોરીને મળવાને લઈને કેટલા ચિંતિત છે.
તો પાકિસ્તાનના એક પ્રશંસકે લખ્યું કે, યુવતીઓ જો તમને ખ્યાલ ન હોય તો રવિ શાસ્ત્રી કોણ છે તો એકવાર ફરી અઝહર ફિલ્મ જુઓ. એક ભારતીય દર્શકે ફોટો પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને લખ્યું કે તે પ્લે બોય શેન વોર્નથી સારો છે. જેનું બે યુવતીઓની સાથે એમએમએસ લીક થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે