ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવાર બીન હરીફ ચૂંટાયા
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ 2019-20 માટેના મોટા ભાગના હોદ્દેદારો બીન હરીફ ચૂંટાયા છે. વર્ષ 2019-20 માટે જીસીસીઆઇના પ્રમુખ તરીકે દુર્ગેશ બુચ,સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નટુ પટેલ અને વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભાર્ગવ ઠક્કરની બીન હરીફ વરણી થઇ છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ 2019-20 માટેના મોટા ભાગના હોદ્દેદારો બીન હરીફ ચૂંટાયા છે. વર્ષ 2019-20 માટે જીસીસીઆઇના પ્રમુખ તરીકે દુર્ગેશ બુચ,સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નટુ પટેલ અને વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભાર્ગવ ઠક્કરની બીન હરીફ વરણી થઇ છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોર્મર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ,સિનિયર ઉપ પ્રમુખ,ઉપ પ્રમુખ,કોર્પોરેટ કેટેગરીના ત્રણ સભ્યો,બે સ્થાનિક બીઝનેશ એશોસીએશન સભ્ય,બે બહારના બીઝનેશ એશોશીએશન સભ્ય,બે આજીવન સભ્ય,બે રીજીયોનલ ચેમ્બર સભ્ય,આઠ સામાન્ય સભ્ય,ચાર સામાન્ય સભ્ય બહારગામના સભ્યો માટે તથા બીઝનેશ વિમેન વિંગ વર્કીંગ સમિતિના કો પર્સન અને પાંચ સભ્યો માટે 22 જુન અને શનિવારના રોજ ચુંટણી યોજાવાની હતી.
સુરત અગ્નિકાંડ: બિલ્ડિંગમાં હતું ગેરકાયદેસર વીજ જોડાણ, વધુ ચાર લોકોની ધરપકડ
જીસીસીઆઇની ચુટંણી માટે વિવિધ કેટેગરી માટે 68 ફોર્મ વહેંચાયા હતા 3 જુન ફોર્મની ચકાસણી માટે નો છેલ્લો દિવસ હતો જોકે નિયત મર્યાદામાં ફોર્મની ચકાસણી ન થતાં ચકાસણી 4 જુન સુધી લંબાવવામાં આવી હતી જેને લઇને વિવાદ થયો હતો જોકે જીસીસીઆઇના પ્રમુખ જૈમીન વાસાના કહેવા પ્રમાણે ફોર્મની સંખ્યા વધારે હોવાથી નિર્ધારીત મર્યાદમાં ચકાસણી થઇ શકી ન હતી.
4 જુન ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હતો ફોર્મ ચકાસણીમાં કેટલાક ફોર્મ રદ થતાં અને કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં જીસીસીઆઇના મોટા ભાગના હોદ્દેદોરા બીન હરીફ થયા છે. હવે 22 જુનના રોજ જીસીસીઆઇના પ્રથમ સામાન્ય સભા મળશે જેમાં નવા પ્રમુખ દુર્ગેશ બુચ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે નાંધનીયા છે કે લાઇફ પેટ્રન કેટેગરીમાં હિમાશું વ્યાસ અને કૈલાશ ગઢવીનું ફોર્મ રદ થયુ હતુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે