ICCએ WC 2023નું જાહેર કર્યું ફોર્મેટ, ક્વોલિફાઇ માટે 32 ટીમો કરશે સંઘર્ષ
2023 આઈસીસી વિશ્વકપ માટે 32 ટીમો 6 અલગ-અલગ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2023ના વિશ્વકપ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ 13માં વિશ્વકપનું આયોજન ભારતમાં થશે, જે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈને 26 માર્ચ સુધી ચાલશે. આ વિશ્વકપમાં પણ 2019ના વર્લ્ડ કપની જેમ 10 ટીમો ભાગ લેશે. પરંતુ વિશ્વકપમાં ક્વોલિફાઇ કરવા માટે 32 ટીમો સંઘર્ષ કરશે.
2023 આઈસીસી વિશ્વકપ માટે 32 ટીમો 6 અલગ-અલગ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ રીતે 32 ટીમોમાંથી 13 ટીમો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ દ્વિપક્ષીય શ્રેણી રમશે. આ શ્રેણી જુલાઈ 2020થી 2022 સુધી આયોજીત થશે, જેમાં કુલ 156 મેચ રમાશે. પ્રત્યેક ટીમ અહીં 24 મેચ રમશે. આ મેચોના આધાર પર ટોપ 8 ટીમો 2023 વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાઇ કરશે અને બાકીની અંતિમ પાંચ સ્થાનો પર રહેલી ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર (2022) રમવાનો રહેશે. વર્લ્ડકપ માટે બાકીની બે ટીમોની પસંદગી આઈસીસીની બાકી ઈવેન્ટ્સ (શ્રેણી)ના આધારે નક્કી થશે.
આઈસીસી વર્લ્ડ સુપર લીગમાં ભાગ લેનારી 13 ટીમો
ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ, નેધરલેન્ડ.
A new qualification pathway for the ICC Men's Cricket World Cup has been approved. Here's how it works 👇 pic.twitter.com/HuGfyqB9O8
— ICC (@ICC) October 20, 2018
બાકીની 7 ટીમો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 રમીને આવશે. લીગ 2 જુલાઈ 2019-2021 સુધી આયોજીત થશે. આ હેઠળ 126 મેચ આયોજીત થશે અને આ લીગમાં રમનારી પ્રત્યેક ટીમને 36-36 મેચ રમવાની રહેશે. આ લીગની ટોપ 3 ટીમો CWC ક્વોલિફાયર (2022) માટે ક્વોલિફાઇ કરશે. આ લીગમાં અંતિમ ચાર સ્થાન પર રહેલી ચાર ટીમોને CWC ક્વોલિફાયર પ્લે-ઓફ (2022) ડિમોટ કરવામાં આવશે. અહીં આ ટીમો સ્કોટલેન્ડ, યૂએઈ અને નેપાળ સાથે રમશે.
આઈસીસીએ બાકીની 12 ટીમોને 2 લીગમાં વહેંચી છે. આ લીગ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ એ (ઓગસ્ટ 2019-2021) અને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ બી (ઓગસ્ટ 2019-2021) છે. આ લીગમાં કુલ 90 મેચ રમાશે, જેમાં પ્રત્યેક ટીમ 15-15 મેચ રમશે. બંન્ને લીગની વિજેતા ટીમ CWC ક્વોલિફાયર પ્લે-ઓફ (2022) માટે ક્વોલિફાય કરશે. જે ટીમ WCL 21થી લઈને 32મી રેન્કિંગ સુધી હશે, તે ટીમોને આ બે લીગમાં સામેલ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે