લોકસભા ચૂંટણીના પડઘમ, જેડીયુના છોટુ વસાવાએ આદિવાસીઓની રેલીમાં કર્યું શક્તિ પ્રદર્શન

નવસારીમાં આદિવાસી સંગઠન બિટીએસ દ્વારા વિશાળ વાહન રેલી યોજાઈ હતી. ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા લોકસભા ચુંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણીના પડઘમ, જેડીયુના છોટુ વસાવાએ આદિવાસીઓની રેલીમાં કર્યું શક્તિ પ્રદર્શન

સ્નેહલ પટેલ/નવસારી: નવસારીમાં આદિવાસી સંગઠન બિટીએસ દ્વારા વિશાળ વાહન રેલી યોજાઈ હતી. ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા લોકસભા ચુંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીખલી કોલેજથી સુરખાઈ સુધી આ વિશાળ રેલી યોજવામાં આવ્યું હતું. આદિવાસીઓ દ્વારા યોજાયેલી આ રેલીમાં જેડીયુના સાંસદ છોટુ વસાવા પણ જોડાયા હતા. 

નવસારીના આદિવાસી પટ્ટીના સમીકરણો બદલાવાનું અનુમાન લગાવમાં આવી રહ્યું છે. રેલીનું ઠેર ઠેર ઓબીસી અને મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આકરા તાપમાં રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. 2 કિલોમીટર લાંબી આદિવાસી રેલીને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા રેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news