ગંભીરે પંતને ચેતવ્યો, કહ્યું- સતત પડકાર આપી રહ્યો છે સંજૂ સેમસન

પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને તેના અસ્થિર પ્રદર્શનને લઈને સાવધાન કર્યો છે. 
 

ગંભીરે પંતને ચેતવ્યો, કહ્યું- સતત પડકાર આપી રહ્યો છે સંજૂ સેમસન

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને (Rishabh Pant) તેના અસ્થિર પ્રદર્શનને લઈને સાવધાન કર્યો છે. ગંભીર માને છે કે જો પંત સમય રહેતા પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવતો નથી તો પછી ટીમ ઈન્ડિયામાં (Team India) સ્થાન જાળવી રાખવામાં તેને મુશ્કેલી થઈ શકે છે. ગંભીર પ્રમાણે, 'પંતને કેરલના યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન (Sanju Samson) પાસેથી પડકાર મળી રહ્યો છે.'

એક અખબારમાં લખેલી પોતાની કોલમમાં ગંભીરે પંતને ચેતવણી આપતા લખ્યું, 'પંતની પાસે ગજબની પ્રતિભા છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવવા પર ધ્યાન આપવું પડશે. તેણે પાછળ ફરીને જોવુ પડશે કે તેની નજીક કોણ આવી રહ્યું છે. સંજૂ સેમસન તેને સતત ગંભીર પડકાર આપી રહ્યો છે. ગંભીરે કહ્યું કે તે (સેમસન) વ્યક્તિગત રીતે મારો પણ ફેવરિટ છે.'

રવિવારે ટીમ ઈન્ડિયાએ ધરમશાળામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના ટી20 અભિયાનની શરૂઆત કરવી હતી. પરંતુ આ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આ મેચ પહેલા ગંભીરે પંતને એલર્ટ રહેવાની સલાહ આપી હતી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી20 સિરીઝમાં પંતના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ જોવા મળ્યો હતો. પંતે અહીં 3 ટી20 મેચોમાં 0, 4 અને 65 રન બનાવ્યા હતા. 

હાલમાં પસંદગીકાર અને ભારતીય ટીમ મેનેજમેન્ટ પંતને ધોનીના વિકલ્પના રૂપમાં જોઈ રહ્યું છે. પરંતુ સેમસન પણ સતત ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે થનગની રહ્યો છે. ભારત એ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન આ વાતનો પૂરાવો છે. તેવામાં પંતે સમય રહેતા પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવવાની જરૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news