French Open Badminton : સાત્વિક-ચિરાગ પહોંચ્યા સેમીફાઈનલમાં, સિંધુ-સાઈના બહાર

ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના કિમ એસ્તુર્પ અને એન્ડર્સ સ્કારપ રાસમુસેનની જોડીને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બંનેએ તાજેતરમાં જ થાઈલેન્ડ ઓપન પણ જીતી હતી. 

French Open Badminton : સાત્વિક-ચિરાગ પહોંચ્યા સેમીફાઈનલમાં, સિંધુ-સાઈના બહાર

પેરિસઃ ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુ(P V Sindhu) અને સાઈના નેહવાલ(Saina Nehwal) પેરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં(French Open Badminton Tournament) પોત-પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ભારતના સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં વિજય મેળવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. 

સિંધુનો પરાજય 
વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુ અહીં દુનિયાની નંબર-1 ખેલાડી તાઈ જુ યિંગ (Tai Tzu Ying)ની સામે 21-15, 24-26, 21-17થી હારી ગઈ હતી. અંતિમ આઠમાં સ્થાન મેળવવા માટેની આ કાંટાની ટક્કરમાં બંને ખેલાડી 75 મિનિટ સુધી રમી હતી. સ્ટેડે પિયરે ડિ કોર્બેટિનમાં બંને ખેલાડીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. 

સાઈનાનો પણ પરાજય 
આ અગાઉ સાઈના નેહવાલનું અભિયાન પણ ક્વાર્ટર ફાઈનલમાં જ સમાપ્ત થઈ ગયું હતું. દક્ષિણ કોરિયાની ખેલાડી આન સુ યંગ (An Su Young) સાથેની મેચમાં સાઈના 22-20, 23-21થી હારી ગઈ હતી. બંને વચ્ચેની મેચ લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. 17 વર્ષની યંગે સાઈનાને જોરદાર ટક્કર આપી હતી અને બંને સેટ જીતી લીધા હતા. 

— SAIMedia (@Media_SAI) October 25, 2019

સાત્વિક-ચિરાની જોડી સેમીફાઈનલમાં
ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના કિમ એસ્તુર્પ અને એન્ડર્સ સ્કારપ રાસમુસેનની જોડીને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બંનેએ તાજેતરમાં જ થાઈલેન્ડ ઓપન પણ જીતી હતી. 

બીજી વખત સેમીફાઈનલમાં 
39 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં બંનેએ દુનિયાની 8 નંબરની જોડીને 21-13, 22-20થી હરાવી હતી. આ બીજી વખત છે જ્યારે આ જોડી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થઈ છે. સુપર 750 ટૂર્નામેન્ટમાં હવે ફાઈનલમાં પહોંચવા માટે સાત્વિક અને ચિરાગની જોડીને જાપાનની 5મી ક્રમાંકિત જોડી હિરોયુકી એન્ડો અને યુતા વાટાનેબ સાથે સેમીફાઈનલમાં ટકરાવાનું છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news