ઈંગ્લેન્ડની ટીમે છગ્ગાના મામલામાં તોડી નાખ્યા વનડે ક્રિકેટ અને World Cupના તમામ રેકોર્ડ

ઈંગ્લેન્ડની ટીમે છગ્ગાના મામલામાં તોડી નાખ્યા વનડે ક્રિકેટ અને World Cupના તમામ રેકોર્ડ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ છગ્ગાનો મહારેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 397 રન ફટકાર્યા હતા. વિશ્વકપમાં ઈંગ્લેન્ડની ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. પરંતુ તેનાથી વધુ આ મેચમાં છગ્ગાના વરસાદનો રેકોર્ડ બનાવ્યો, જેને તોડવા અશક્ય તો નહીં પરંતુ મુશ્કેલ જરૂર છે. 

હકીકતમાં, ઈંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ વિશ્વ કપ 2019ની 24મી મેચમાં 25 છગ્ગા ફટકાર્યા. આ પહેલા વિશ્વકપની એક મેચમાં એક ટીમ દ્વારા સૌથી વધુ 19 છગ્ગા લાગ્યા હતા. તો વનડેની વાત કરવામાં આવે તો એક મેચમાં ઈંગ્લેન્ડે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ઈંગ્લેન્ડે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં 24 સિક્સ ફટકારી હતી. 

એટલું જ નહીં ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન ઇયોન મોર્ગને પોતાની ઈનિંગમાં 17 સિક્સ ફટકારી જે એક ખેલાડી દ્વારા કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં ફટકારવાવમાં આવેલી સૌથી વધુ સિક્સ છે. આ મામલામાં રોહિત શર્મા, ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ સંયુક્ત રૂપથી બીજા સ્થાને છે. આ સાથે-સાથે વિશ્વકપની એક મેચમાં એક ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ ઇયોન મોર્ગનના નામે નોંધાઇ ગયો છે. 

વનડે ક્રિકેટની એક ઈનિંગમાં એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સ 

25, ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન, માનચેસ્ટર 2019

24 ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ગ્રેનડા 2019

23 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રિઝટાઉન 2019

22 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ક્વીસટાઉન 2015

22 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગ્રેનડા 2019

વિશ્વકપની એક ઈનિંગમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સ 

25, ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન, માનચેસ્ટર 2019

19 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, કેનબરા 2015

18 સાઉથ આફ્રિકા વિરુદ્ધ સ્કોટલેન્ડ, નેટ બેસટર 2007

18 ભારત વિરુદ્ધ બરમૂડા, પોર્ટ ઓફ સ્પેન 2007

વિશ્વકપની એક મેચમાં એક ખેલાડીએ ફટકારેલી સૌથી વધુ સિક્સ

17 ઇયોન મોર્ગન, વિરુદ્ધ અફઘાનિસ્તાન, માનચેસ્ટર 2019

16, ક્રિસ ગેલ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, કેનબરા 2015

11 માર્ટિન ગુપ્ટિલ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન 2015

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news