સુરત: સ્કૂલ ફીમાં 50 ટકાનો વધારો કરતા સંચાલકો સામે વાલીઓનો રોષ

રાજય સરકાર દ્વારા ફી નિયમન માટે એફઆરસી ની રચના કરવામા આવી છે તેમ છતા સ્કુલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી ફી વસુલી રહ્યા છે. સુરતમાં પણ ફી વધારાને કારણે વાલીઓમા રોષ જોવા મળી રહ્યુ છે. સુરતની અઠવાગેટ વિસ્તારમા આવેલી મેટાસ સ્કુલના સંચાલકો દ્વારા એક સાથે 40 થી 50 ટકાનો ફીમાં વધારો કરી દેવામા આવ્યો છે. 

સુરત: સ્કૂલ ફીમાં 50 ટકાનો વધારો કરતા સંચાલકો સામે વાલીઓનો રોષ

ચેતન પટેલ/સુરત: રાજય સરકાર દ્વારા ફી નિયમન માટે એફઆરસી ની રચના કરવામા આવી છે તેમ છતા સ્કુલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી ફી વસુલી રહ્યા છે. સુરતમાં પણ ફી વધારાને કારણે વાલીઓમા રોષ જોવા મળી રહ્યુ છે. સુરતની અઠવાગેટ વિસ્તારમા આવેલી મેટાસ સ્કુલના સંચાલકો દ્વારા એક સાથે 40 થી 50 ટકાનો ફીમાં વધારો કરી દેવામા આવ્યો છે. 

ફી વધારાને કારણે વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા આજે સ્કુલ પર હોબાળો મચાવવામા આવ્યો હતો અને રેલી સ્વરુપે વાલીઓ ડીઇઓ કચેરીએ પહોંચ્યા હતા. જો કે ત્યા પણ ડીઇઓ દ્વારા હાથ ઉચા કરી એફઆરસીને ખો આપી દેવામાં આવ્યો હતો. જેથી વાલીઓ એફઆરસી કચેરી ખાતે પહોંચ્યા હતા.

જો કે ત્યાં પણ તેમની વાત સાંભળવામા આવી ન હતી. હાલ વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો સ્કુલ સંચાલકો ફી ઓછી નહિ કરશે તો આગામી સમયમા વાલીઓ ડીઇઓ કચેરી ખાતે જ વિરોધ પ્રદર્શન કરી ભુખ હડતાળ કરશે. અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news