ENG vs NZ: વિશ્વકપની પ્રથમ મેચમાં બની ગયો મહારેકોર્ડ, વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું ન હતું

આઈસીસી વનડે વિશ્વકપ 2023નો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટરોએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે વનડે ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.

Trending Photos

ENG vs NZ: વિશ્વકપની પ્રથમ મેચમાં બની ગયો મહારેકોર્ડ, વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું ન હતું

અમદાવાદઃ આઈસીસી વનડે વિશ્વકપની શરૂઆત થઈ ચુકી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં ઉદ્ઘાટન મેચ ચાલી રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માટે જોની બેયરસ્ટોએ પ્રથમ ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી પોતાનું ખાતું ખોલ્યું હતું. 

બેટિંગમાં ઈંગ્લેન્ડના લગભગ દરેક ખેલાડીને સારી શરૂઆત મળી, પરંતુ તેમ છતાં ટીમ 50 ઓવરમાં માત્ર 282 રન બનાવી શકી હતી. પરંતુ તેની ઈનિંગમાં એક એવો રેકોર્ડ બન્યો, જે વનડે ક્રિકેટમાં ક્યારેય જોવા મળ્યું નથી. 

હકીકતમાં ઈંગ્લેન્ડની ઈનિંગમાં તમામ 11 બેટરોએ બે આંકડાનો સ્કોર પાર કર્યો હતો. 50 ઓવર ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે જ્યારે એક ટીમના તમામ 11 ખેલાડીઓએ બે આંકડામાં રન બનાવ્યા હોય.

જો રૂટની અડધી સદી
ઈંગ્લેન્ડ માટે જો રૂટે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેની પાસે સદી ફટકારવાની તક હતી પરંતુ રૂટ સદી ચુકી ગયો હતો. પોતાની ઈનિંગમાં જો રૂટે 86 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. રૂટ સિવાય કોઈ અન્ય બેટર મોટો સ્કોર બનાવી શક્યો નહીં. 

મધ્યક્રમમાં બેટિંગ માટે આવેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 43 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઓપનર જોની બેટરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. હેરી બ્રૂકે 25 અને લિયામ લિવિંગસ્ટોને 20 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડ માટે હેનરીએ ઝડપી ત્રણ વિકેટ
બોલિંગમાં ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ કમાલ કર્યો હતો. હેનરીએ 10 ઓવરમાં 48 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મિચેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને બે-બે તથા રચિન રવીન્દ્ર અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news