પરંપરા હજી પણ જીવે છે, ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે બોટાદના રંગબેરંગી માટીના ગરબા

વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. દરેક ગુજરાતી નવરાત્રીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે.

પરંપરા હજી પણ જીવે છે, ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે બોટાદના રંગબેરંગી માટીના ગરબા

રઘુવીર મકવાણા/બોટાદ: નવરાત્રિને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે નવરાત્રિ દરમ્યાન અખંડ દિવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે.

વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. દરેક ગુજરાતી નવરાત્રીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. નવરાત્રી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે, જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ. આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે. 

આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટી ના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુભાર પરીવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચિન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચિન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટી કામ કરતા પરીવારો ને રોજીરોટી મળી રહે છે. હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુભાર પરીવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news