ENG vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ જાહેર, આ બે અનુભવી ખેલાડીની થઈ વાપસી

ન્યૂઝીલેન્ડ સામે 2 જૂનથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. હવે બેન સ્ટોક્સની ફુલટાઇમ કેપ્ટન બન્યા બાદ આ પ્રથમ સિરીઝ હશે. 

ENG vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ જાહેર, આ બે અનુભવી ખેલાડીની થઈ વાપસી

નવી દિલ્હીઃ નવા કેપ્ટન અને નવા કોચની સાથે ઈંગ્લેન્ડ ટીમ હવે ટેસ્ટ ક્રિકેટમાં નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝની પ્રથમ મેચ 2 જૂને લોર્ડ્સમાં રમાશે. ફુલ ટાઇમ ટેસ્ટ કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની આ પ્રથમ સિરીઝ હશે. તો ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમ હવે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચ તરીકે જોવા મળશે. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનની વાપસી થઈ છે.

ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ સામે ટેસ્ટ સિરીઝમાં પાછળ રહ્યાં બાદ ઈંગ્લેન્ડનો એશિઝમાં પણ 0-4થી પરાજય થયો હતો. ત્યારબાદ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. જો રૂટે ટીમની કમાન છોડી દીધી છે, તે હવે એક ખેલાડીના રૂપમાં રમશે. 

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), હૈરી બ્રૂક, મેથ્યૂ પોટ્સ, જેક ક્રાઉલી, ઓલી પોપ, સ્ટુઅર્ડ બ્રોડ, એલેક્સ લીસ, જોની બેયરસ્ટો, જેમ્સ એન્ડરસન, જો રૂટ, બેન ફોકસ, જેક લીચ અને ક્રેગ ઓવરટન.

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ, લોર્ડ્સ (લંડન), 2-6 જૂન
બીજી ટેસ્ટ, ટ્રેન્ટ બ્રિઝ (નોટિંઘમ), 10-14 જૂન
ત્રીજી ટેસ્ટ, હેલિંગ્લે (લીડ્સ), 23-27 જૂન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news