CWG 2022: પીવી સિંધુએ કર્યો કમાલ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો ગોલ્ડ મેડલ

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લા દિવસે ભારતની શરૂઆત સારી રહી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 

CWG 2022: પીવી સિંધુએ કર્યો કમાલ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો ગોલ્ડ મેડલ

બર્મિંઘમઃ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં પીવી સિંધુએ કેનેડાની મિચેલ લીને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધુએ ફાઇનલમાં કેનેડાની મિચેલ લેને પ્રથમ સેટમાં 21-15 અને બીજા સેટમાં 21-13 થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ-2022માં આ ભારતના ખાતામાં 19મો ગોલ્ડ મેડલ છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં સિંધુનો પ્રથમ ગોલ્ડ મેડલ
ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની સ્ટાર શટલર સિંધુનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. પીવી સિંધુ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતી ચુકી છે. પરંતુ પ્રથમવાર તે ગોલ્ડ જીતવામાં સફળ રહી છે. પીવી સિંધુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ તો ગોલ્ડ કોસ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

ભારતના ખાતામાં 19મો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ-2022મા પીવી સિંધુના ગોલ્ડ મેડલ સાથે ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. ભારતે 19 ગોલ્ડ 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે કુલ 56 મેડલ કબજે કર્યા છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક- સિલ્વર મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી- 65 કિલોગ્રામ)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુશ્તી 62 કિલોગ્રામ)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 86 કિલોગ્રામ)
25. દિવ્યા કાકરાન- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 68 કિલોગ્રામ)
26. મોહિત ગરેવાલ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 125 કિલોગ્રામ)
27. પ્રિયંકા ગોસ્વામી- સિલ્વર મેડલ (10 કિમી વોક)
28. અવિનાશ સાબલે - સિલ્વર મેડલ ( સ્ટીપલચેઝ)
29. પુરુષ ટીમ- સિલ્વર મેડલ (લોન બોલ્સ)
30 જસ્મીન લેંબોરિયા- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
31. પૂજા ગેહલોત- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 50 કિલોગ્રામ)
32 રવિકુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
33. વિનેશ ફોગાટ- ગોલ્ડ મેડલ (કુશ્તી 53 કિલોગ્રામ)
34. નવીન કુમાર- ગોલ્ડ મેડલ (કુશ્તી 74 કિલોગ્રામ)
35. પૂજા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી)
36. મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
37. દીપક નહેરા-બ્રોન્ઝ મેડલ (કુશ્તી 97 કિલોગ્રામ)
38 સોનલબેન પટેલ- બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
39. રોહિત ટોક્સ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
40 ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
41. ભારતીય મહિલા ટીમ- બ્રોન્ઝ મેડલ (હોકી)
42. નીતુ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
43. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
44. સંદીપકુમાર- બ્રોન્ઝ મેડલ (10 કિમી પગપાળા વોક)
45. એલ્ડહોસ પોલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
46. અબ્દુલ્લા અબુબકર- સિલ્વર મેડલ (ત્રિપલ જંપ)
47. અન્નુ રાની- બ્રોન્ઝ મેડલ (જેવલિન થ્રો)
48. નિકહત ઝરીન- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
49. અચંત અને જી. સાથિયાન સિલ્વર મેડલ ( ટેબલ ટેનિસ)
50. સૌરવ અને દીપિકા પલ્લીકલ બ્રોન્ઝ મેડલ (સ્કવોશ)
51. કિદાંબી શ્રીકાંત બ્રોન્ઝ મેડલ (બેડમિન્ટન)
52. મહિલા ટીમ - સિલ્વર મેડલ (ક્રિકેટ)
53. ગાયત્રી અને ત્રિશા જોલી બ્રોન્ઝ (બેડમિન્ટન)
54. શરથ કમલ અને શ્રીજા અકુલા ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
55. સાગર અહલાવત સિલ્વર મેડલ (બોક્સિંગ)
56. પીવી સિંધુ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news