Shrikant Tyagi: નોઈડા પોલીસે શ્રીકાંત ત્યાગી પર ઈનામ જાહેર કર્યું, જલદી કરી શકે છે સરન્ડર 

Reward On Shrikant Tyagi: શ્રીકાંત ત્યાગી કેસમાં નોઈડા પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. નોઈડા  પોલીસે આરોપી શ્રીકાંત ત્યાગીના માથે 25 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રીકાંત ત્યાગી સૂરજપુર કોર્ટમાં જલદી સરન્ડર કરી શકે છે. પોલીસ આરોપી શ્રીકાંત ત્યાગીને સરન્ડર કરતા પહેલા જ ધરપકડ કરવા માંગે છે.

Shrikant Tyagi: નોઈડા પોલીસે શ્રીકાંત ત્યાગી પર ઈનામ જાહેર કર્યું, જલદી કરી શકે છે સરન્ડર 

Reward On Shrikant Tyagi: શ્રીકાંત ત્યાગી કેસમાં નોઈડા પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. નોઈડા  પોલીસે આરોપી શ્રીકાંત ત્યાગીના માથે 25 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રીકાંત ત્યાગી સૂરજપુર કોર્ટમાં જલદી સરન્ડર કરી શકે છે. પોલીસ આરોપી શ્રીકાંત ત્યાગીને સરન્ડર કરતા પહેલા જ ધરપકડ કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે શ્રીકાંત ત્યાગી ઉત્તરાખંડના ઋષિકેશમાં જોવા મળ્યો હતો. ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસી રહી છે. આ ઉપરાંત આજે લખનઉમાં પણ શ્રીકાંત ત્યાગીના ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા. 

બુલડોઝર એક્શન
આજે ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં આરોપી શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર નિર્માણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. તેના દ્વારા કરાયેલા ગેરકાયદેસરે દબાણને બુલડોઝરની મદદથી ખાલી કરવામાં આવ્યું છે. શ્રીકાંત ત્યાગી પર ગેરકાયદેસર કબજો જમાવવા અને ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીની એક મહિલા સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપ છે. 

મહિલા સાથે ગાળાગાળીનો આરોપ
આરોપી શ્રીકાંત ત્યાગીનો મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ ઘટના બાદ શ્રીકાંત ત્યાગી ફરાર છે. 40 પોલીસકર્મીઓની ટીમ તેને શોધી રહી છે. 

આ મામલે બેદરકારીના આરોપ સર ફેઝ-2 પોલીસ મથકના પ્રભારી પર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રભારીને સસ્પેન્ડ કરાયો છે. જ્યારે પીડિત મહિલાને પણ સુરક્ષા આપવામાં આવી છે. બે કોન્સ્ટેબલ મહિલાની સુરક્ષામાં તૈનાત કરાયા છે. આરોપીના ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી બાદ ગૌતમ બુદ્ધ નગરના સાંસદ મહેશ શર્માએ કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી સિલેક્ટિવ નથી હોતી. શ્રીકાંત ત્યાગી ભાજપનો સભ્ય નથી. પાર્ટી બદનામ કરવા માટે આવી ખબર  ફેલાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news