ગોલ નંબર-807.... ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી સ્કોર કરનાર ખેલાડી બની ગયો

Highest goal scorer Cristiano Ronaldo: વિશ્વના શ્રેષ્ઠ ફુટબોલર ક્રિસ્ટિયાનોએ ટોટનહમ વિરુદ્ધ હેટ્રિકની સાથે દુનિયામાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે પ્રીમિયમ લીગમાં રમતા આ 37 વર્ષીય ખેલાડીએ ચેક ગણરાજ્યના મહાન ફુટબોલર બાઇકનનો રેકોર્ડ તોડ્યો છે.
 

ગોલ નંબર-807.... ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી સ્કોર કરનાર ખેલાડી બની ગયો

નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર ફુટબોલર બની ગયો છે. પ્રીમિયર લીગમાં શનિવારે ટોટનહમ વિરુદ્ધ માન્ચેસ્ટર યુનાઇટેડ તરફતી રમતા રોનાલ્ડોએ આ કમાલ કર્યો છે. મેચમાં તેણે એક-બે નહીં ત્રણ શાનદાર ગોલ કર્યા હતા. મુકાબલો તેની ટીમે 3-2ના અંતરથી જીત્યો હતો. 

આ રીતે રોનાલ્ડોના ગોલોની સંખ્યા હવે 807 થઈ ગઈ છે. પહેલાં આ રેકોર્ડ ચેક રિપબ્લિકના મહાન ખેલાડી જોસેફ બાઇકનના નામે હતો. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રોનાલ્ડો પહેલાં જ પોતાના નામે કરી ચુક્યો છે. મેચનો પ્રથમ ગોલ 25 યાર્ડથી રોનાલ્ડોએ એક આક્રમક રોકેટ કિકથી કર્યો હતો. થોડી મિનિટ બાદ પોતાનો 806મો ગોલ કરતા તેણે આ શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

— Manchester United (@ManUtd) March 13, 2022

પોતાના છેલ્લા 10 મુકાબલામાં માત્ર એક ગોલ કરનાર રોનાલ્ડો અહીં રોકાયો નહીં, તેણે હેડરથી મેચમાં પોતાનો અને માન્ચેસ્ટર યુનાઇટેડ માટે ત્રીજો ગોલ પણ કર્યો હતો. આમ રસપ્રદ છે કે એક વર્ષમાં ત્રીજી ઘટના હશે, જ્યારે રોનાલ્ડોએ ફુટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તોડ્યો હોય. પૂર્વ રેકોર્ડ હોલ્ડર બેકને ખરેખર પોતાના કરિયરમાં કુલ કેટલા ગોલ કર્યા, તેના પર ભ્રમ બનેલો છે, ચેક ફુટબોલ એસોસિએશન પ્રમાણે આ આંકડો 815 છે. 

આ વચ્ચે મહાન પેલે પણ લાંબા સમયથી દાવો કરે છે કે તેમણે સાંતોસ અને બ્રાઝિલ માટે પોતાના કરિયરમાં 1283 વખત સ્કોર કર્યો, પરંતુ ફીફા દ્વારા માન્યતા પ્રાપ્ત મુકાબલા અનુસાર રોનાલ્ડો તેમનાથી ક્યારનો આગળ નિકળી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news