કોલકાતા : ફટકાબાજી કરીને આવતો ક્રિકેટર એકાએક પડી ગયો મેદાનમાં ચત્તોપાટ અને પછી..  

સોનૂ યાદવ (22 વર્ષ) બંગાળ ક્રિકેટ એસોસિએશનના બીજા ડિવીઝન લીગમાં બાલીગંજ સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમતો હતો

કોલકાતા : ફટકાબાજી કરીને આવતો ક્રિકેટર એકાએક પડી ગયો મેદાનમાં ચત્તોપાટ અને પછી..  

કોલકાતા : ક્લબના યુવા ક્રિકેટરનું બુધવારે એક ફ્રેન્ડલી મેચ દરમિયાન મેદાન પર પડી જવાથી મોત નિપજ્યું છે. સોનૂ યાદવ (22 વર્ષ) બંગાળ ક્રિકેટ એસોસિએશનના બીજા ડિવીઝન લીગમાં બાલીગંજ સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમતો હતો. તે બાટા ક્લબ મેદાન પર એક મેચમાં રમી રહ્યો હતો. મેદાન પર નજરે જોનારા દર્શકો અનુસાર આ વિકેટકીપર બેટ્સમેન બેટિંગ કર્યા બાદ પોતાના ટેન્ટ તરફ જઈ રહ્યો હતો અને અચાનક જ ઢળી પડ્યો.

બાદમાં ટીમના ખેલાડીઓ અને ત્યાં હાજર લોકો દ્વારા તેને તરત SSKM હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરી દેવાયો. થોડા વર્ષો પહેલા બંગાળના એક જૂનિયર ખેલાડી અનિકેત શર્માનું પણ આ રીતે મેદાન પર પડી જવાથી મોત નિપજ્યું હતું.

આ ઘટના વિશે ક્લબ અધિકારી શ્યામલ બેનરજીએ કહ્યું છે કે સોનુ હવે નથી એ વાતનો મને વિશ્વાસ નથી થઈ રહ્યો. તે બહુ પ્રતિભાશાળી હતો. નોંધનીય છે કે થોડા વર્ષો પહેલાં બંગાળના એક જુનિયર ખેલાડી અનિકેત શર્માનું પણ મેદાનમાં જ મૃત્યુ થઈ ગયું હતું. આ સિવાય 2015માં પણ બંગાળના ક્રિકેટર અંકી કેસરીનું પણ મેચ દરમિયાન ફિલ્ડિંગ વખતે સાથી ખેલાડી સાથે ટકરાવાથી મૃત્યુ થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news