કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે CoA

વિનોદ રાયે આ મામલામાં કહ્યું, કેપ્ટન અને કોચના બ્રેકમાંથી પરત આવ્યા બાદ બેઠક જરૂર થશે. હું તારીખ અને સમય જણાવી નહીં શકું પરંતુ અમે તેની સાથે વાત કરીશું.

કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે CoA

લંડનઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (CoA) વિશ્વ કપમાં ભારતના પ્રદર્શનને લઈને કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની સાથે સમીક્ષા બેઠક કરશે. સમજવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન સેમિફાઇનલમાં થયેલા પરાજયના કારણો પર પણ વાત થશે અને કોચ તથા કેપ્ટનને ઘણા મહત્વના સવાલ પૂછી શકાય છે. આ બેઠકમાં આગામી વર્ષે યોજાનારા ટી20 વિશ્વ કપનું માળખું પણ તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સીઓએમાં ડાયના એડુલ્જી અને લેફ્ટિનેન્ટ જનરલ (નિવૃત) રિવ થોડગે પણ છે. 

વિનોદ રાયે આ મામલામાં કહ્યું, કેપ્ટન અને કોચના બ્રેકમાંથી પરત આવ્યા બાદ બેઠક જરૂર થશે. હું તારીખ અને સમય જણાવી નહીં શકું પરંતુ અમે તેની સાથે વાત કરીશું. અમે પસંદગી સમિતિ સાથે પણ વાત કરીશું. તેમણે આગળની માહિતી આપવાથી ઇનકાર કર્યો હતો. રાયે કહ્યું, ભારતનું અભિયાન હજુ પૂરુ થયું છે. ક્યાં, ક્યારે અને કેમ, જેવા સવાલોના જવાબ હું તમને આપી શકીશ નહીં. 

ત્રણ મોટા સવાલ, જેના જવાબ મળવા બાકી
આ સમીક્ષા બેઠકમાં શાસ્ત્રી, કોહલી અને પ્રસાદને કેટલાક સવાલોનો જવાબ આપવો પડી શકે છે. હકીકતમાં છેલ્લી સિરીઝ સુધી અંબાતી રાયડૂની પસંદગી નક્કી હતી પરંતુ અચાનક તે ચોથા નંબરની દોડમાંથી બહાર થઈ ગયો. બીજો, ટીમમાં ત્રણ વિકેટકીપર કેમ હતા ખાસ કરીને દિનેશ કાર્તિકની જરૂર શું હતી, જે લાંબા સમયથી ફોર્મમાં નથી. ત્રીજો, સેમિફાઇનલમાં ધોનીને સાતમાં ક્રમે કેમ મોકલવામાં આવ્યો? ધોનીને સાતમાં ક્રમે મોકલવાને લઈને પૂર્વ ક્રિકેટર પણ સવાલ કરી ચુક્યા છે. 

સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને લક્ષ્મણ સહિત પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં એમએસ ધોનીને બેટિંગ ક્રમમાં સાતમાં નંબર પર મોકલવાને રણનીતિક ચૂક ગણાવી હતી. આ નિર્ણાયક મેચમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકને ધોનીની પહેલા મોકલવામાં આવ્યા જ્યારે ટોપ ક્રમ ફ્લોપ રહ્યું હતું. અંતે ભારત આ મેચ 18 રને હારી ગયું અને વિશ્વકપની સફર સમાપ્ત થઈ ગઈ હતી. 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડની સાથે માન્ચેસ્ટરમાં રમાયેલી સેમિફાઇનલ મુકાબલા દરમિયાન જ્યારે ભારતે પોતાની ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી, ત્યારે ધોનીએ બેટિંગ કરવા ઉપર આવવાની જરૂર હતી. 

ધોનીનો 7મો નંબર, કોનો હતો નિર્ણય?
સમજી શકાય છે કે ધોનીને નીચે મોકલવાનો નિર્ણય બેટિંગ કોચ સંજય બાંગરનો હતો. કોચ અને કેપ્ટનને તે પણ પૂછવામાં આવશે કે સહાયક કોચના આ નિર્ણયનો મુખ્ય કોચે વિરોધ કેમ ન કર્યો? હાલની પસંદગી સમિતિ બીસીસીઆઈની સામાન્ય બેઠક સુધી યથાવત રહેશે. તેવામાં પ્રસાને પસંદગીની બેઠકોમાં વધુ સક્રિય રહેવાની સલાહ આપી શકાય છે. હકીકતમાં સમસ્યા પ્રસાદથી નહીં પરંતુ શરણદીપ સિંહ અને દેવાંગ ગાંધી સાથે કારણ કે ઘણા લોકોનું માનવું છે કે તેનું યોગદાન રહેતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news