ચારા કૌભાંડ: લાલુ યાદવને જામીન મળ્યાં, છતાં રહેવું પડશે તો જેલમાં જ, જાણો કારણ 

ચારા કૌભાંડ મામલે સજા પામેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને રાહત આપી છે.

ચારા કૌભાંડ: લાલુ યાદવને જામીન મળ્યાં, છતાં રહેવું પડશે તો જેલમાં જ, જાણો કારણ 

રાંચી: ચારા કૌભાંડ મામલે સજા પામેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે જામીન પર સુનાવણી હાથ ધરતા દેવઘર ટ્રેઝરી કેસમાં જામીન આપ્યા છે. જો કે હાલ તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. 

લાલુ યાદવ જામીન માટે ઘણા સમયથી કોર્ટમાં અરજી કરી રહ્યાં હતાં. પરંતુ તેમને રાહત મળતી નહતી. પરંતુ શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને મોટી રાહત આપી. દેવઘર ટ્રેઝરી મામલે સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે લાલુ યાદવને 50,000ના બે પર્સનલ બોન્ડ પર જામીન આપ્યાં છે. 

જો કે જામીન મળ્યા બાદ પણ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. કારણ કે તેમને ચારા કૌભાંડ મામલે દેવઘર, દુમકા અને ચાઈબાસા 3 કેસમાં સજા થઈ છે. અને દુમકા તથા ચાઈબાસા મામલે હજુ તેમને જામીન મળ્યા નથી. આથી હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે. 

જુઓ LIVE TV

દેવઘર મામલે લાલુ યાદવને 3.5 વર્ષની સજા થઈ હતી. જ્યારે દુમકા કેસમાં 5 વર્ષની સજા અને ચાઈબાસાના બે કેસ હતાં જેમાં તેમને 7-7 વર્ષની સજા થઈ હતી. અત્રે જણાવવાનું કે લાલુ યાદવ ઘણા સમયથી જેલમાં છે, અહીં તેમની તબિયત બગડ્યા બાદ સતત તેમની સારવાર રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમનું સ્વાસથ્ય ખરાબ હોવાના કારણે ઘણા સમયથી જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવતી હતી. જેને  ફગાવી દેવાતી હતી. 

જામીન માટે લાલુ યાદવે સુપ્રીમ કોર્ટ સુદ્ધાનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેમને જામીન ન મળ્યાં. કહેવાય છે કે દેવઘર મામલે તેમણે અડધી સજા કાપી લીધી છે અને આથી તેમને જામીન મળ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news