ફક્ત 1,000 રૂપિયામાં Amazon પર બુક કરો દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક, તમારા અવાજથી થશે સ્ટાર્ટ!
ભારતીય બજારમાં થોડા દિવસો પહેલાં Revolt ઇંટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી. હવે કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રિક બાઇક Revolt RV 400 નું ઓનાલાઇન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ બાઇકને ફક્ત 1,000 રૂપિયામાં ઓનલાઇન શોપિંગ સાઇટ (અમેઝોન) Amazon પરથી સરળતાથી બુક કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય બજારમાં થોડા દિવસો પહેલાં Revolt ઇંટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી. હવે કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રિક બાઇક Revolt RV 400 નું ઓનાલાઇન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ બાઇકને ફક્ત 1,000 રૂપિયામાં ઓનલાઇન શોપિંગ સાઇટ (અમેઝોન) Amazon પરથી સરળતાથી બુક કરી શકો છો.
તમને જણાવી દઇએ કે કંપની આ બાઇકને આગામી 22 જુલાઇના રોજ લોન્ચ કરશે તે દરમિયાન જ ખુલાસો કરવામાં આવશે. જોકે જાણકારોનું માનવું છે કે કંપની આ બાઇકને 1.25 લાખ રૂપિયા સુધીમાં લોન્ચ કરી શકે છે. આ દેશની પ્રથમ AI-enabled બાઇક છે જેમાં આર્ટિફિશિયલ એગ્ઝોટ સિસ્ટમ આપવામાં આવી છે.
Revolt RV 400 માં કંપનીએ ઘણા અતિ આધુનિક ફીચર્સ સામેલ કર્યા છે. તેમાં કંપની ઇનબિલ્ટ 4G સિમ કાર્ડનો ઉપયોગ કરી રહી છે. જેના વડે તમારી બાઇક તમારા મોબાઇલ સાથે કનેક્ટ રહેશે. આ ઉપરાંત તેમાં આર્ટિફિશિયલ એગ્ઝોટ એટલે કે સાઇલેંસર પણ લગાવવામાં આવ્યું છે, જેથી તમે પોતાના મોબાઇલના માધ્યમથી મનપસંદ સાઉન્ડ પણ આપી શકે છે.
હાલ તમે આ બાઇકને બે અલગ પ્રકારે સ્ટાર્ટ કરી શકે છે. પહેલી રીત એ છે કે તમે બાઇકમાં આપવામાં આવેલું સ્ટાર્ટ બટન દબાવવું પડશે અને બીજી એ છે કે તમે સ્માર્ટફોનમાં આપવામાં આવેલી એપ દ્વારા તેને સ્ટાર્ટ કરી શકો છો. Revolt આ બાઇકના રાઇડિંગ પરફોમન્સને વધુ સારું બનાવવા માટે એક હેલમેટ કંપની સાથે હાથ મિલાવવાની છે. જોકે બ્લ્યૂટૂથ ઇનેબલ્ડ હેલમેટ તૈયાર કરશે. તેમાં વોઇસ કમાન્ડ સિસ્ટમને પણ સામેલ કરવામાં આવશે, જેથી તમે એક અવાજથી બાઇક સ્ટાર્ટ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે