Ind Vs Aus: ત્રણ વાર ઘાયલ થયા બાદ પણ યોદ્ધા બનીને Cheteshwar Pujara એ રંગ રાખ્યો, ફટકારી અડધી સદી

India vs Australia 4th Test: મેચના છેલ્લાં દિવસે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ એક યોદ્ધાની જેમ બેટિંગ કરી. ત્રણ વાર ઘાયલ થવા છતાં પણ પુજારા ટીમ ઈન્ડિયા માટે મજબૂત દિવાલ બનીને ઉભા રહ્યાં.

Ind Vs Aus: ત્રણ વાર ઘાયલ થયા બાદ પણ યોદ્ધા બનીને Cheteshwar Pujara એ રંગ રાખ્યો, ફટકારી અડધી સદી

બ્રિસબેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી નથી. ટીમ ઈન્ડિયાના અડધાથી વધારે ખેલાડીઓ ઘાયલ છે અને પોતાની યંગ ટીમ લઈને મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનો સંઘર્ષ પણ જોવા લાયક છે. મેચના છેલ્લાં દિવસે જીત માટે 328 રનની પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાનો જુસ્સો કાબિલે તારીફ છે. ગીલની વાત હોય કે પુજારા (Cheteshwar Pujara) ની દરેક ખેલાડીઓએ ઉમદા રમત દર્શાવી.

યોદ્ધાની જેમ રમ્યાં પુજારા
આ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિયલ ટેસ્ટ થયો છે. કોઈપણ સ્થિતિને પાર પાડીને બહાર કઈ રીતે નીકળવું એ ટીમ ઈન્ડિયાએ દર્શાવ્યું છે. ટીમ ઈન્ડિયાની વોલ કહેવાતા પુજારા (Cheteshwar Pujara) એ મેચના છેલ્લાં દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. એક બે નહીં કુલ ત્રણ વાર ઓસ્ટ્રેલિયાના બોલરોએ પુજારાને ઘાયલ કર્યો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોના એક બાદ એક હુમલા બાદ પણ પુજારા ટીમ માટે મજબૂત દિવાલ બનીને અડીખમ ઉભો રહ્યો. પુજારા ત્રણ વાર બોલ વાગ્યા બાદ પણ યોદ્ધાની જેમ ક્રીઝ પર ઉભો રહ્યો અને મુશ્કેલ ઘડીમાં શાનદાર અડધી સદી ફટકારી. પુજારાએ 211 બોલમાં 56 રનની પારી રમી.

પુજારા ક્રીઝ પર અડીખમ રહ્યો
રોહિત શર્માની વિકેટ પડ્યાં બાદ પુજારા  (Cheteshwar Pujara) એ શુભમન ગિલ સાથે મળીને શતકીય પાર્ટનરશીપ કરી. અને આ રીતે આ જોડીએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. જિલ અને પુજારા વચ્ચે 240 બોલમાં 114 રનની પાર્ટનરશીપ થઈ. આ સાથે જ રહાણે સાથે પણ તેમણે 53 રનની પાર્ટનરશીપ કરી. આ ઉપરાંત પુજારા (Cheteshwar Pujara) એ ઋષભ પંત સાથે મળીને 141 બોલમાં 61 રનોની પાર્ટનરશીપ કરી.

ફેન્સે પુજારાને હીરો ગણાવ્યો
જે રીતે ઘાયલ થયા બાદ પણ પુજારા (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગની સામે ક્રીઝ પર ટકી રહ્યો એ પ્રદર્શને પ્રશંસકોને ખુશ કરી દીધાં. આવા અદભુત પ્રદર્શનથી પુજારા ફેન્સનો હીરો બની ગયો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news