બાબર આઝમની એક ભૂલ આખી ટીમને ભારે પડી, પાકિસ્તાન પર લાગ્યો દંડ!

જોકે, પાકિસ્તાની ટીમ જ્યારે ફિલ્ડિંગ કરી રહી હતી, તે વખતે બાબર આઝમે વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના ગ્લવ્સ લીધા અને બોલને પકડ્યો હતો. આજ કરતૂત પાકિસ્તાની ટીમને ભારે પડી ગઈ હતી અને દંડ તરીકે ટીમને પાંચ રન ગુમાવવાનો વારો આવ્યો.

બાબર આઝમની એક ભૂલ આખી ટીમને ભારે પડી, પાકિસ્તાન પર લાગ્યો દંડ!

નવી દિલ્હી: પાકિસ્તાની વિસ્ફોટક ખેલાડી બાબર આઝમ હાલ ચારેબાજુ છવાયેલો ખેલાડી છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી સીરિઝમાં પાકિસ્તાની ખેલાડીઓનો ઝલવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મેજબાન ટીમનો સીરિઝમાં દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી વનડે મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે એક મોટી ભૂલ કરી દીધી, જેનું પરિણામ આખી ટીમને ભોગવવું પડ્યું.

જોકે, પાકિસ્તાની ટીમ જ્યારે ફિલ્ડિંગ કરી રહી હતી, તે વખતે બાબર આઝમે વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના ગ્લવ્સ લીધા અને બોલને પકડ્યો હતો. આજ કરતૂત પાકિસ્તાની ટીમને ભારે પડી ગઈ હતી અને દંડ તરીકે ટીમને પાંચ રન ગુમાવવાનો વારો આવ્યો. મુલ્તાન કિક્રેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જ્યારે બાબર આઝમે આ હરકત કરી ત્યારે અમ્પાયર્સે આખી ટીમ પર તાત્કાલિક એક્શન લીધું. આ તમામ ઘટના વેસ્ટઈન્ડિઝ ઈનિંગની 29મી ઓવરમાં બની, જ્યારે બાબર આઝમ ગ્લવ્સ પહેરીમે બોલ પકડી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ક્રિકેટના નિયમો પ્રમાણે, વિકેટકીપર સિવાય કોઈ પણ ફીલ્ડર ગ્લવ્સ પહેરીને બોલને પકડી કે કેચ કરી શકે નહીં. આ ક્રિકેટના નિયમોનું ઉલ્લંઘન છે. જ્યાં સુધી તે ફીલ્ડરને વિકેટકીપરના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો ન હોય. જોકે, બાબરની આ ભૂલના કારણે પાકિસ્તાની ટીમને વઘારે ફરક પડ્યો નહોતો, કારણ કે પાકિસ્તાનને આ મેચને સરળતાથી જીતી લીધી હતી. પાકિસ્તાને આ મેચમાં પહેલા બેટિંગ કરતા 275 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેના જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 155 રનના ટાર્ગેટ પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

નોંધનીય છે કે, ત્રણ વનડે મેચની સીરિઝમાં પાકિસ્તાને અત્યાર સુધી 2-0ની લીડ મેળવી લીધી છે. બન્ને મેચમાં કેપ્ટન બાબર આઝમ ટીમના સૌથી મોટા હીરો સાબિત થયા. બાબર આઝમ 2 મેચમાં 180 રન બનાવી ચૂક્યા છે, જેમાં સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news