ચોથી લહેરના ભણકારા માત્રથી અમદાવાદ સિવિલ થઈ ગયુ એલર્ટ, જુઓ કેવી છે તૈયારી? 

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ વધતા તંત્ર સક્રિય થયું છે. અમદાવાદ સિવિલમાં કોરોનાના દર્દી માટે 80 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 16 બેડ, જ્યારે પાંચમા માળે 54 બેડ ફાળવવામાં આવ્યા છે. 

ચોથી લહેરના ભણકારા માત્રથી અમદાવાદ સિવિલ થઈ ગયુ એલર્ટ, જુઓ કેવી છે તૈયારી? 

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ વધતા તંત્ર સક્રિય થયું છે. અમદાવાદ સિવિલમાં કોરોનાના દર્દી માટે 80 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 16 બેડ, જ્યારે પાંચમા માળે 54 બેડ ફાળવવામાં આવ્યા છે. 

સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટે શહેરીજનોને વેક્સિને લેવા માટે અપીલ કરી છે. સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, વેકેશન હોવાના કારણે લોકો બહાર ફરવા માટે ગયા હતા. લોકો બહાર ફરીને પરત આવતા કોરોનાા કેસમાં ફરી વધારો થયો છે. અત્યાર સુધીમાં સિવિલમાં એક કોરોનાના દર્દીને OPD અને 45 હજારથી વધુ કોરોનાના દર્દીઓને ઈન્ડોર સારવાર અપાઈ છે. જો આગામી દિવસોમાં ફરી કોરોનાના કેસ વધ્યા તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા માટે તૈયાર છીએ. હાલમાં સિવિલમાં દર્દીઓ માટે જરૂરી દવાનો જથ્થો, ઓક્સિજન ટેન્ક અને અનુભવી તબીબોની ટીમ ખડેપગે છે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થતાં તંત્ર સક્રિય થયુ છે. ત્યારે અમદાવાદ સિવિલ કેમ્પસમાં કોરોનાંના દર્દીઓ માટે 80 બેડ અલાયદા રાખવામાં આવ્યા છે. સાથે જ સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ, હોસ્પિટલમાં 16 બેડ ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે બાકીના 54 બેડ પાંચમા માળે કોરોનાંના દર્દીઓ માટે અલગથી ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે, કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી, પરંતુ લોકોએ કોરોનાંથી ડરવાની પણ જરૂર નથી. જે લોકોએ કોરોના વેક્સિનનાં બુસ્ટર ડોઝ અને પ્રિકોશન નથી લીધા તેઓ ઝડપથી લઈ લે. 

કોરોનાની સારવાર વિશે તેમણે કહ્યુ કે, કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય અને દર્દીને કેવા પ્રકારની સારવારની જરૂર હોય છે, હવે આપણે શું તેનાથી અવગત છીએ. છેલ્લા એક મહિનામાં રાજ્યના અનેક લોકો અન્ય રાજ્યોમાં હરવા ફરવા ગયા હતા, ધીરે-ધીરે સૌ કોઈ પરત ફરી રહ્યું છે અને કોરોનાંના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ કેમ્પસમાં અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધારે કોરોનાના દર્દીઓ અને ઓપીડીમાં તેમજ 45 હજાર કરતા વધારે કોરોના દર્દીઓને ઇન્ડોર સારવાર આપવામાં આવી છે. કોરોના ની બીજી લહેર બાદ રાજ્ય સરકારે ભવિષ્યમાં કોઈ ના કેસો વધે એવા સમય માટે પહેલેથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. જો ભવિષ્યમાં કોરોના ના કેસો વધે છે તો સિવિલ કેમ્પસ દર્દીઓને સારવાર આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. સિવિલ કેમ્પસમાં કોરોનાંના દર્દીઓ માટે જરૂરી દવાઓનો જથ્થો, ઓકસીજન ટેન્ક, ઓકસીજન કોન્સન્ટ્રેટર તેમજ અનુભવી ડોક્ટરોની ટીમ ખડેપગે કાર્યરત છે. 

અમદાવાદમા શહેરમાં 4 વોર્ડમાં 50 કેસ

  • જોધપુર- 20 કેસ
  • નવરંગપુર-10 કેસ
  • થલતેજ- 10 કેસ
  • બોડકદેવ- 10 કેસ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 104 દિવસ પછી કોરોનાના 83 કેસ નોંધાયા છે. દર ત્રીજા દિવસે કોરોનાના કેસ બમણાં થઈ રહ્યા છે. 83 માંથી 50 કેસ શહેરના માત્ર 4 વોર્ડમાં નોંધાયા છે. 270 એક્ટિવ કેસની સામે 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news