Australian Open માં સાનિયા અને રાજીવની જોડીએ રંગ રાખ્યો, મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા
ક્વાર્ટર ફાઇનલમાં, સાનિયા અને રામનો સામનો બીજા રાઉન્ડમાં સેમ સ્ટોસુર અને મેથ્યુ એબ્ડેનની વિજેતા જોડી અને જેમી ફોરલિસ અને જેસન કુબલરની ઓસ્ટ્રેલિયન જોડી સામે થશે. સાનિયા અને રામે પ્રથમ રાઉન્ડમાં એલેક્ઝાન્ડ્રા ક્રુનિક અને નિકોલા કેસિચની સર્બિયન જોડીને હરાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્લીઃ સાનિયા મિર્ઝા અને તેના અમેરિકન પાર્ટનર રાજીવ રામે (Rajeev Ram)રવિવારે અહીં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મિક્સ ડબલ્સમાં એલન પેરેઝ અને માટવે મિડલકપને સીધા સેટમાં હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. જોડીએ એક કલાક અને 27 મિનિટમાં કોર્ટ નંબર 3 પર બીજા રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયાના પેરેસ અને નેધરલેન્ડ્સના મિડલકૂપને 7-6 (8/6), 6-4થી પરાજય આપ્યો હતો.
ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza)એ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન(Australian Open)ની મિક્સ્ડ ડબલ્સ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવામાં મહિલા ડબલ્સ કેટેગરીની નિષ્ફળતાને પાછળ છોડી દીધી છે. ક્વાર્ટર ફાઇનલમાં, સાનિયા અને રામનો સામનો બીજા રાઉન્ડમાં સેમ સ્ટોસુર અને મેથ્યુ એબ્ડેનની વિજેતા જોડી અને જેમી ફોરલિસ અને જેસન કુબલરની ઓસ્ટ્રેલિયન જોડી સામે થશે. સાનિયા અને રામે પ્રથમ રાઉન્ડમાં એલેક્ઝાન્ડ્રા ક્રુનિક અને નિકોલા કેસિચની સર્બિયન જોડીને હરાવ્યા હતા.
છ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાને જોકે મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં બાકી રહેલી સાનિયા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે વર્તમાન સિઝન પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં રોહન બોપન્ના અને ક્રોએશિયાના દારિજા જુરાક શ્રેબરની મિશ્ર ડબલ્સની જોડી શનિવારે પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. ભારતના રોહન બોપન્ના અને તેના ક્રોએશિયન સાથીદાર દારિજા જુરાક શ્રેબર શનિવારે કઝાકિસ્તાનના આન્દ્રે ગોલુબેવ અને યુક્રેનના લ્યુડમિલા કિચેનોક સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સ ટેનિસ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. બોપન્ના અને શ્રેબરની જોડીને એક કલાક અને ત્રણ મિનિટ સુધી ચાલેલી મેચમાં 6-1, 4-6, 9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો.
બોપન્નાને મેન્સ ડબલ્સ કેટેગરીના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહન બોપન્ના અને તેના ફ્રેન્ચ પાર્ટનર એડ્યુઅર્ડ રોજર વેસેલિનને મેન્સ ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બોપન્ના અને રોજર વેસેલિને વાઇલ્ડ કાર્ડ પ્રવેશ કરનારા ક્રિસ્ટોફર રંગકટ અને ટ્રીટ હ્યુ સામે સારી શરૂઆત કરી હતી અને અંતે તેઓ એક કલાક અને 48 મિનિટ સુધી ચાલેલી આ પ્રથમ રાઉન્ડની મેચમાં તેને 6-3, 6-7(2), 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે