AUS OPEN: સેરેના 50મી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં, નંબર-1 હાલેપને હરાવી
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સિમોના હાલેપને 6-1, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો.
Trending Photos
મેલબોર્નઃ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર-16 સેરેનાએ વિશ્વની નંબર એક ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપને 6-1, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 12મી વખત અને કુલ 50મી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમના અંતિમ-8માં જગ્યા બનાવી છે. તો જાપાનની નાઓમી ઓસાકાએ પ્રથમવાર અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે. તેણે લાતવિયાની અનસ્તાસિયા સેવસ્તોવાને હરાવી હતી. વિશ્વના ચોથા નંબરની ખેલાડી ઓસાકાએ 12મો રેન્ક ધરાવનાર સેવસ્તોવાને 4-6 6-3 6-4થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં તેનો સામનો યૂક્રેનની એલિના સ્વિતોલિયા સામે થશે.
તો પુરૂષ સિંગલ્સમાં જર્મનીના એલેક્જેન્ડર જ્વેરેવ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અપસેટનો શિકાર બન્યો હતો. ચોથી વરીયતા પ્રાપ્ત જ્વેરેવને કેનેડાના મિલોસ રાઓનિકે ત્રણ સેટોમાં હરાવી દીધો હતો. 16મી વરીયતા પ્રાપ્ત રાઓનિકે આ મુકાબલો 6-1 6-1 7-6(5)થી જીત્યો હતો.
પુરૂષોમાં ટોપ-5માં બે ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં હાર્યા
જ્વેરેવ હારવાથી ટોપ-5માં બે ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ પહેલા ત્રીજી વરીયતા પ્રાપ્ત રોજર ફેડરરે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વનો નંબર-1 સર્બિયાનો નોવાક જોકોવિચ અને નંબર બે સ્પેનનો રાફેલ નડાલ ટાઇટલની રેસમાં છે. તો 5માં નંબરનો જુઆન માર્ટિન ડેલ પોત્રો ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહ્યો નથી.
The seven-time champion reigns supreme. @serenawilliams knocks out the world No.1 Simona Halep 6-1 4-6 6-4 to reach her 1⃣2⃣th #AusOpen quarterfinal. pic.twitter.com/bqFKeP8u81
— #AusOpen (@AustralianOpen) January 21, 2019
ઓસાકાએ કહ્યું- સિતસિપાસ અને ટાઇફોએ પાસેથી પ્રેરણા મળી
જીત બાદ ઓસાકાએ કહ્યું, રોજર ફેડરર વિરુદ્ધ સ્ટોફાનોસ સિતસિપાસ (20 વર્ષ) અને બુલ્ગારિયાના ગ્રિગોર દિમીત્રોવ વિરુદ્ધ અમેરિકાના ફ્રાંસિસ ટાઇફોએ (21) જેવા યુવાનોની જીતથી પ્રભાવિત થઈ. તેનાથી તેને સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી.
સ્વીતોલિનાએ મેડિસન કીજને હરાવી
બીજી તરફ સ્વીતોલિયાએ પણ અંતિમ-8માં સ્થાન મેળવી લીધું છે. વિશ્વની સાતમાં નંબરની ખેલાડી સ્વીતોલિનાએ અમેરિકાની મેડિસન કીજને હરાવી હતી. તેણે આ મુકાબલો 6-2 1-6 6-1થી જીતી લીધો. કીજની વર્લ્ડ રેન્કિંગ 17 છે. મેચ જીત્યા બાદ સ્વીતોલિનાએ કોર્ટ પર ડાન્સ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે