IPL રમવા આવેલાં Australian Cricketers ને કેમ જવું પડ્યું અજાણ્યા ટાપુ પર રહેવા? જાણવા જેવું છે કારણ
માલદિવથી ઓસ્ટ્રેલીયાનાં ખેલાડીઓ સ્વદેશ પરત પહોંચશે, જોકે, ઓસ્ટ્રેલીયા પહોંચ્યા બાદ પણ આ ખેલાડીઓએ કરવું પડશે કડક નિયમોનું પાલન. આખવું પડશે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન.
Trending Photos
નવી દિલ્લીઃ ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગીત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એ જ કારણ છેકે, સંખ્યાબંધ ખેલાડીઓ અને તેમની સાથેનો સપોર્ટ સ્ટાફ સૌ કોઈએ અજાણ્યા ટાપુ પર જઈને રહેવું પડ્યું હતું.
ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગિત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાની સરકારે (Australian Government) ભારતથી આવતા પ્રવાસીઓ માટે આકરા નિયમો અને બોર્ડર સીલ કરવાને લઇ ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો (Australian cricketers) ની મુશ્કેલી વધી ગઇ હતી. જોકે ભારતથી માલદિવ (Maldives) પહોંચી રોકાયેલા ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો રવિવારે હવે સ્વદેશ પરત પહોંચી જશે.
આ 5 ભારતીય ખેલાડીઓ પર લટકતી તલવાર, ઇંગ્લેન્ડ ટુરમાં ન રમ્યા તો ટેસ્ટ કરિયર ખતમ!
પ્રતિબંધોને લઇને આઇપીએલનો હિસ્સો રહેલા ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, કોમેન્ટેટર માઇકલ સ્લેટર સહિતના ખેલાડીઓ માલદિવમાં રોકાઇને દિવસો પસાર કરી રહ્યા હતા. આ ક્રિકેટરો માલદિવ થી જ ઓસ્ટ્રેલીયા પહોંચશે. આઇપીએલનો હિસ્સો રહેલા 35 ઓસ્ટ્રેલીયન મેમ્બરો પોતાના દેશ પરત પહોંચશે, જ્યાં તેમને વીઆઇપીએ ટ્રીટમેન્ટ પુરી પાડવામાં આવશે.
મીડિયા રિપોર્ટસ મુજબ રિપોર્ટ નુ મુજબ, ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને બ્રોડકાસ્ટીંગ ટીના સદસ્યો જ્યારે સ્વદેશ પહોંચશે ત્યારે તેમને વીઆઇપી ટ્રીટમેન્ટ અપાશે. માલદિવ થી ઓસ્ટ્રેલીયા પહોંચનાર તમામ સભ્યોને સિડનીની હોટલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. તો ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓના હવાઇ પ્રવાસનો ખર્ચ બીસીસીઆઇ ઉઠાવશે. ઓસ્ટ્રેલીયાનો આ સમુહ રવિવારે સિડનીની ત્રણ હોટલોમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.
Official Update | We can confirm that Australian players, coaches, match officials and commentators have been safely transported from India and are en route to the Maldives. pic.twitter.com/mZQT2RlvBv
— Cricket Australia (@CricketAus) May 6, 2021
કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમોમાં કોરોના સંક્રમણ ને લઇને આઇપીએલ ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલીયા એ કોરોના મહામારીની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારત થી ઓસ્ટ્રેલીયા આવી રહેલા પ્રવાસીઓ માટે 15 મે સુધી પ્રતિબંધ લગાવાયો હતો. જે નિર્ણય ઓસ્ટ્રેલીયા એ આઇપીએલ સ્થગીત કરવા પહેલા જ આ પ્રતિબંધ મુક્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે