ગુજરાતનાં આ વિસ્તારોને ધમરોળશે તૌકતે, NDRF ની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
ગુજરાત પર તૌકતેનું સંકટ તોળાઇ રહ્યું છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 6 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા વધે તેમ લાગી રહ્યું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબુત બનશે અને ગુજરાતનાં દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દુર છે. જે 18 મેનાં રોજ ગુજરાતનાં દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરનાં સમયે ત્રાટકશે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત પર તૌકતેનું સંકટ તોળાઇ રહ્યું છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 6 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા વધે તેમ લાગી રહ્યું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબુત બનશે અને ગુજરાતનાં દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દુર છે. જે 18 મેનાં રોજ ગુજરાતનાં દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરનાં સમયે ત્રાટકશે.
વાવાઝોડાની અસરનાં પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. 17 મી તારીખે ગીર સોમનાથ, જૂનાગઢનાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે. 18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેમ કે, પોરબંદર, દેવભુમિ દ્વારકા, કચ્છ અને જામનગરનાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. દરિયા કિનારાના વિસ્તારોમાં 120થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. વાવાઝોડાને પગલે દરિયાઇ સીમાવર્તી વિસ્તારમાં માછીમારોને દરિયો નહી ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અવે દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ આપ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને રાજકોટમા 2-2 ટીમ જ્યારે ભાવનગરમાં 1 ટીમ ભાવનગર ખાતે ફરજ પર મુકવામાં આવી છે. અન્ય રાજ્યોની પણ 15 જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલી અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે