નરોડાના કેપિટલ કોમ્પલેક્ષમાં આગથી અફરા તફરી, હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓને ખસેડાયા
નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં (Capital Corporate Complex) આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની (Fire Brigade) 12 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ (Fire) પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
Trending Photos
અમિત રાજપુત, મૌલિક ધામેચા/ અમદાવાદ: નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં (Capital Corporate Complex) આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની (Fire Brigade) 12 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ (Fire) પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી જાનહાની ના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહ પાછળ કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં (Capital Corporate Complex) આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની જાણ થતા ફાયરબ્રિગેડની (Fire Brigade) 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમેના દ્વારા પાણીનો મારો ચલાવી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાને કારણે વાહનો તેમજ કોમ્પલેક્ષમાં ભારે નુકસાન થયું હતું.
આ પણ વાંચો:- હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી: CM રૂપાણી
તો બીજી તરફ આ કોમ્પલેક્ષમાં બે હોસ્પિટલ આવેલી છે. આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં દાખલ કોરોનાના 8 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હજુ પણ 4 જેટલા આઇસીયુ દર્દીઓ પણ દાખલ છે. જો કે, આગ લાગવાને કારણે હોસ્પિટલનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે હોસ્પિટલમાં દાખલ આઇસીયુ દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
પરંતુ આખરે જીઈબી દ્વારા હોસ્પિટલની સાઈડમાં વીજળી પુરવઠો શરૂ કરવામાં આવ્યો અને વીજળી શરૂ થતાં જ આઇસીયુ દર્દીઓને સમયસર ઓક્સિજન અને અન્ય લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ફરીથી કાર્યરત થઈ ગઈ હતી. જેના કારણે કોઈ અઇચ્છનિય ઘટના બને તે પહેલા જ તેમને સારવાર મળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે