ધોનીનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે મેળવી ખાસ સિદ્ધિ
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી રહી છે. રવિવારે બ્રિસ્બેનના એલન બોર્ડર ફીલ્ડ પર રમાયેલ મુકાબલો ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હીલીના વર્લ્ડ રેકોર્ડને કારણે યાદગાર બની ગયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી રહી છે. ત્રણ મેચોની સિરીઝની બીજી મેચમાં યજમાન ટીમે જીત હાસિલ કરી સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ઓસ્ટ્રેલિયાએ 16.4 ઓવરમાં 129/2 રન બનાવ્યા અને મેચ 8 વિકેટે જીતી હતી. રવિવારે બ્રિસ્બેનના એલન બોર્ડર ફીલ્ડ પર રમાયેલ મુકાબલો ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હીલીના વર્લ્ડ રેકોર્ડને કારણે યાદગાર બની ગયો હતો.
30 વર્ષની એલિસા હીલીએ આ મેચમાં વિકેટની પાછળ બે શિકાર કરી મહેન્દ્ર સિંહ ધોનીના ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક શિકાર કરવાના વર્લ્ડ રેકોર્ડ (91)ને તોડી દીધો હતો. ધોનીના 91 શિકારમાં 57 કેસ અને 34 સ્ટમ્પિંગ સામેલ છે.
🐐
It took @ahealy77 just two days since resuming cricket to break another record 👏
What a player 🔥 pic.twitter.com/PP4rsSmuv5
— ICC (@ICC) September 27, 2020
હીલીએ કીવી ક્રિકેટર લોરેન ડોનનો કેચ ઝડપીને મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયમાં ધોનીને પાછળ છોડતા 92 શિકાર (42 કેચ, 50 સ્ટમ્પિંગ) પૂરા કર્યાં. માત્ર મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ઈંગ્લેન્ડની સારા ટેલર 74 શિકારની સાથે બીજા સ્થાન પર છે.
એટલું જ નહીં હીલીએ વિકેટકીપર તરીકે સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ધોનીનો રેકોર્ડ પણ તોડી દીધો. હીલીની આ 99મી મેચ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલા ધોનીએ 8 ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની પત્ની છે. બંન્નેએ 2016મા લગ્ન કર્યાં હતા. એલિસાને ક્રિકેટ વારસામાં મળી છે. તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઇયાન હીલીની ભત્રીજી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે