ઓસ્ટ્રેલિયન બોલર પીટર સિડલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલે (Peter Siddle) રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી 67 ટેસ્ટ મેચ રમનાર 35 વર્ષના સિડલને બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
Trending Photos
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલે રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી 67 ટેસ્ટ મેચ રમનાર 35 વર્ષના સિડલને બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ઇલેવનમાં જગ્યા ન મળી, ત્યારબાદ તેણે નિવૃતી લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમશે.
સિડલે કહ્યું, 'ઓસ્ટ્રેલિયા તરફથી રમી શકવુ, મેદાન પર ઉતરવુ, બૈગી ગ્રીન પહેરવી- મેં પંટર (રિકી પોન્ટિંગ), સ્ટીવ વો જેવા ખેલાડીઓને તે પહેરતા અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતા જોયા છે.'
તેણે કહ્યું, 'હું જ્યારે પણ મેદાન પર ઉતર્યો તો તે શાનદાર અનુભવ હતો. મને નથી લાગતું કે હું કોઈ વિશેષ ક્ષણને પસંદ કરી શકુ છું. અંતમાં, રમી શકવુ શાનદાર રહ્યું,હું જેટલુ રમી શક્યો એટલું રમવુ ખરેખર વિશેષ છે.'
આ વર્ષે ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાની પાસે એશિઝ ટ્રોફી જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિડલે મેલબોર્ન ગ્રાઉન્ડર પર ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમના પોતાના સાથીઓને વ્યક્તિગત રૂપે નિવૃતીની જાણકારી આપી છે. સિડને 67 ટેસ્ટના પોતાના કરિયરમાં 221 વિકેટ ઝડપી છે.
તેણે આ દરમિયાન ઈનિંગમાં 8 વખત 5 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ હાસિલ કરી છે. તે ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ ટેસ્ટ બોલરોની યાદીમાં 13માં સ્થાન પર છે. તેણે 2010માં બ્રિસબેનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 26મા જન્મદિવસ પર હેટ્રિક ઝડપી હતી. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 20 એકદિવસીય આંતરરાષ્ટ્રીય અને બે ટી20 મેચ પણ રમી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે