Secret Tales : યશરાજ બેનરનું સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે છે ખાસ કનેક્શન

બોલિવુડના દિવંગત રાજેશ ખન્ના (Rajesh Khanna)નો આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મ જગતમાં પોતાના અભિનયથી લોકોને ઘેલુ કરનાર રાજેશ ખન્નાનો જન્મ પંજાબના અમૃતસરમાં 29 ડિસેમ્બર, 1942ના રોજ થયો હતો. 70ના દાયકામાં રાજેશ ખન્ના પહેલો એવા અભિનેતા હતા, જેઓ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર કહેવાતા હતા. રાજેશ ખન્નાએ સિને કરિયરની શરૂઆત 1966માં ચેતન આનંદની ફિલ્મ ‘આખિરી ખત’ની સાથે કરી હતી. આજે રાજેશ ખન્નાના બર્થડે પણ તેમની સાથે જોડાયેલી એક વાત કહીશું, જે કદાચ તમે નહિ જાણતા હોવ. રાજેશ ખન્નાની આ બાબત, ફિલ્મકાર યશ ચોપરાનું બેનર ‘યશરાજ ફિલ્મ’ સાથે છે.
Secret Tales : યશરાજ બેનરનું સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે છે ખાસ કનેક્શન

નવી દિલ્હી :બોલિવુડના દિવંગત રાજેશ ખન્ના (Rajesh Khanna)નો આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મ જગતમાં પોતાના અભિનયથી લોકોને ઘેલુ કરનાર રાજેશ ખન્નાનો જન્મ પંજાબના અમૃતસરમાં 29 ડિસેમ્બર, 1942ના રોજ થયો હતો. 70ના દાયકામાં રાજેશ ખન્ના પહેલો એવા અભિનેતા હતા, જેઓ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર કહેવાતા હતા. રાજેશ ખન્નાએ સિને કરિયરની શરૂઆત 1966માં ચેતન આનંદની ફિલ્મ ‘આખિરી ખત’ની સાથે કરી હતી. આજે રાજેશ ખન્નાના બર્થડે પણ તેમની સાથે જોડાયેલી એક વાત કહીશું, જે કદાચ તમે નહિ જાણતા હોવ. રાજેશ ખન્નાની આ બાબત, ફિલ્મકાર યશ ચોપરાનું બેનર ‘યશરાજ ફિલ્મ’ સાથે છે.

દેશનું સૌથી મોટુ બેનર કહેવાતું યશરાજ ફિલ્મસ યશ ચોપરા દ્વારા વર્ષ 1970માં બનાવવામાં આવી હતી, પરંતુ એક વાત અત્યાર સુધી લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે, બેનરના નામમાં ‘યશ’ નામ યશ ચોપરાના નામ પરથી લેવામાં આવ્યું છે, પરંતુ આ ‘રાજ’ શબ્દ ક્યાંથી આવ્યો. જોકે, અત્યાર સુધી કોઈ પાક્કા પુરાવા તો સામે નથી આવ્યા, પરંતુ મીડિયા રિપોર્ટસની માનીએ તો, યશરાજ ફિલ્મસમાં ‘રાજ’ નામ રાજેશ ખન્ના છુપાયેલા છે. હવે આ ‘રાજ’ને જાણવા માટે આપણને વર્ષો પાછળ જવું પડશે. 1970 તરફ જઈએ જ્યાં યશ ચોપરા પોતાના પ્રોડક્શનમાં પોતાની પહેલી ફિલ્મ ‘ડાઘ’ બનાવી રહ્યા હતા. 

ફિલ્મકાર રમેશ તલવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 1970માં યશ પહેલીવાર પોતાના દમ પર એક ફિલ્મ ‘ડાઘ’ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આવામાં તેઓ માર્કેટમાં ફાઈનાન્સર શોધી રહ્યા હતા. કારણ કે, એક ફિલ્મ બનાવવી એટલુ સરળ હોતુ નથી, તેના માટે અઢળક રૂપિયા લાગે છે. આ દરમિયાન તેઓએ રાજેશ ખન્નાનો સીધો સંપર્ક કર્યો અને તેઓને પોતાની ફિલ્મ ‘ડાઘ’માં કામ કરવાની ઓફર આપી. રાજેશ ખન્ના 1969માં યશ દ્વારા નિર્દેશિત ‘ઈત્તેફાક’માં કામ કરી ચૂક્યા હતા અને તેઓ રાજેશને બહુ જ પસંદ કરતા હતા. તેથી રાજેશ ખન્નાએ તરત તેમની ઓફર સ્વીકારી હતી. 

જોકે, રાજેશ ખન્ના તે સમય સુધી સુપરસ્ટાર બની ચૂક્યા હતા. પરંતુ તેઓ જાણતા હતા કે, એક ફિલ્મ બનાવવામાં બહુ રૂપિયા લાગે છે અને તેઓ એમ પણ જાણતા હતા કે, નવી કંપનીને અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી રાજેશ ખન્નાએ યશને એમ પણ કહ્યું કે, તેઓ ફીની ચિંતા બિલકુલ ન કરે. શુટિંગ દરમિયાન રાજેશ ખન્નાએ યશ ચોપડાની બહુ જ મદદ કરી હતી. તે સમયે કેટલાક પત્રકારોએ લખ્યું હતું કે, રાજેશ ખન્નાની ઉદારતા જોઈને યશ ચોપરાએ પોતાની ફિલ્મ પ્રોડક્શનનું નામ યશરાજ ફિલ્મસમાં પોતાનું નામ ‘યશ’ અને ‘રાજ’નું નામ જોડી દીધું. પરંતુ તેઓએ ક્યારેય આ બાબતનો ઉલ્લેખ ન કર્યો, કે ન તો રાજેશ ખન્ના સાથે જોડાયેલા આ વાત કોઈને કહી. ઉલ્લેખનીય છે કે, યશ ચોપરાના ત્રણ ભાઈઓ (બલદેવ ચોપડા, હંસરાજ ચોપરા, કુલદીપ ચોપરા) ના નામમાં પણ ‘રાજ’ નામ જોડાયેલું છે. તેથી અત્યાર સુધી આ સ્પષ્ટ નથી થયું કે, યશરાજ ફિલ્મમાં ‘યશ અને રાજ’ નામ ક્યાંથી લેવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news