એશિયન ગેમ્સ: ફાઇનલમાં સિંધુ સહિત ઉતરશે આ ખેલાડી, ભારતને ઘણા પદકની આશા
હોકીમાં ભારતીય પુરૂષની ટીમ પૂલ એમાં પોતાના અંતિમ મુકાબલામાં શ્રીલંકા વિરૂદ્ધ રમવાની છે. ભારતે આ પહેલાં પોતાના બધા મુકાબલા જીત્યા છે. એવામાં આજે થનાર આ મુકાબલો વધુ રસપ્રદ હશે.
Trending Photos
નવી દિલ્હી; જકાર્તામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતનો મંગળવારે દસમો દિવસ છે. 9 દિવસમાં સારું પ્રદર્શન કરી ચૂકેલા ભારતને 10મા દિવસે ઘણા પદક પોતાના નામે કરવાની આશા છે. ભારતીય બેડમિંટન ખેલાડી 10મા દિવસે મહિલા સિંગલ વર્ગની ફાઇનલમાં પોતાનો પડકાર રજૂ કરશે. તેમનો મુકાબલો દુનિયાની નંબર વન થાઇલેંડની તાઇ જૂ યિંગ સાથે છે. તિરંદાજીમાં ભારતને બે ગોલ્ડ મેડલ મળવાની આશા છે. કંપાઉંડ ટીમના પુરૂષ અને મહિલા બંને વર્ગમાં ભારતનો મુકાબલો કોરિયા સાથે થશે. માનવામાં આવી રહ્યું છે કે બંને વર્ગોમાં ભારતનું પલડું ભારે છે.
હોકીમાં ભારતીય પુરૂષની ટીમ પૂલ એમાં પોતાના અંતિમ મુકાબલામાં શ્રીલંકા વિરૂદ્ધ રમવાની છે. ભારતે આ પહેલાં પોતાના બધા મુકાબલા જીત્યા છે. એવામાં આજે થનાર આ મુકાબલો વધુ રસપ્રદ હશે. તો બીજી તરફ બોક્સિંગમાં મહિલા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં સોનિયા લાઠેર અને પવિત્રા પાસેથી ભારતને મેડલની આશા છે.
નીરજે અપાવ્યો ગોલ્ડ
નીરજ ચોપડાએ પોતાની ખ્યાતિના અનુરૂપ પ્રદર્શન કરતાં 27 ઓગસ્ટના રોજ એશિયાઇ રમતોના પુરૂષ ભાલા ફેંકમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી ભારતીય રમતોમાં નવો ઇતિહાસ રચ્યો જ્યારે સુધા સિંહ, ધારૂણ અય્યાસામી અને નીના વરાકિલે પોત-પોતાની સ્પર્ધાઓમાં રજત પદક પ્રાપ્ત કર્યો. નીરજ એશિયાઇ રમતોમાં પુરૂષોના ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. તેમણે 88.06 મીટરના અંતરે ભાલો ફેંકીને પોતાના રાષ્ટ્રીય રેકોર્ડમાં સુધારો કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે