રાશિ ભવિષ્ય: આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે, આપની બુદ્ધિથી આપને લાભ થાય

રાશિ ભવિષ્ય: આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે, આપની બુદ્ધિથી આપને લાભ થાય

પ્રશ્ન  માનસિક ક્ષમતા કેળવવા શું કરવું.

  1. ચાંદીના ગ્લાસમાં દૂધ પીવું. (શુદ્ધ ચાંદીનો ગ્લાસ હોવો જોઈએ. વળી, ગ્લાસ નિત્ય જે તે દ્રવ્યથી શુદ્ધ રાખવો અને તે ગ્લાસને ચમકીલો રાખવો)
  2. ઘરમંદિરમાં પારદનું શીવલીંગ પધરાવવું.
  3. પધરાવતી વખતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે તેની યથોચિત પ્રતિષ્ઠા અને પૂજા પણ કરાવવી. નિત્ય સોમવારે પારદના શીવલીંગની પંચોપચાર પૂજા કરવી.
  4. ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની મૂર્તિ સ્થાપીત કરવી અને દર મંગળવારે ગણેશજીની મૂર્તિને ધૂપ અર્પણ કરવું.
  5. પૂનમના ચંદ્રમાના 15 મિનિટ દર્શન કરવા તેના અમૃતરસમાં એકપ્રકારે રસતરબોળ થવું.

તારીખ

28 ઓગસ્ટ, 2018 મંગળવાર

માસ

શ્રાવણ વદ બીજ

નક્ષત્ર

પૂર્વાભાદ્રાપદ

યોગ

ધૃતિ

ચંદ્ર રાશી

કુંભ (ગ, સ, ષ, શ) પણ સવારે 10.40 ચંદ્ર મીન રાશીમાં

  1. પંચક ચાલુ છે
  2. આજે મંગળાગૌરી પૂજનનો દિવસ છે.
  3. સિદ્ધિયોગ અને રાજયોગનો પ્રારંભ સાંજે 5.09થી
  4. આ યોગ આવતીકાલે સાંજે 6.41 વાગે પૂર્ણ થશે.
  5. હિંડોળાઉત્સવ આજે સમાપ્ત. જેને હિંડોળા વિજય પણ કહેવામાં આવે છે.

મેષ (અલઈ)

  1. આપની બુદ્ધિથી આપને લાભ થાય
  2. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને લાભ
  3. ઘર સંબંધી કાર્યમાં વિશેષ સમય વ્યતિત થાય
  4. પણ, કાર્ય સંપન્ન થાય નહીં

વૃષભ (બવઉ)

  1. આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે
  2. કર્મચારીઓ આજે આપને ફાયદો કરાવી શકે
  3. આપનું કાર્ય આજે લાભમાં પરિવર્તીત પણ થાય

મિથુન (કછઘ)

  1. આજે પેપરવર્કમાં આજે મશગૂલ રહી શકો છો
  2. થોડું ચીડીયાપણું પણ વ્યાપી જાય
  3. સંધ્યા આપને વિશેષ સાનુકૂળતા જણાશે

કર્ક (ડહ)

  1. બપોરે 12 વાગ્યા પછી સરળતા સર્જાશે
  2. છેલ્લા બે-ત્રણ દિવસ જે કાર્ય કર્યા છે તેમાં આશા પ્રબળ બનતી જશે
  3. સંતાનના અભ્યાસ પ્રશ્ને ચિંતા સતાવે

સિંહ (મટ)

  1. નોકરીમાંથી જે આવક થવાની હોય તેમાં વિઘ્ન
  2. જો આરોગ્યનો પ્રશ્ન સતાવે.
  3. જળવિહાર કરવાના હોવ તો સાવચેત રહેવું

કન્યા (પઠણ)

  1. સંધ્યા સમય પછી સરળતા વિશેષ રહે
  2. સ્થાનાંતરના વિચારો પણ આવે
  3. ઘર બદલવાના કે ઘરમાં રીપેરીંગ કરવાનો પણ વિચાર કરો

તુલા (રત)

  1. આપની ગાડી થોડી ધીમી પડી શકે છે
  2. વેપાર સંબંધી કાર્યમાં થોડી રુકાવટ આવે
  3. માતા સાથે થોડો વિવાદ પણ થાય

વૃશ્ચિક (નય)

  1. સંધ્યા સમયથી આપની માનસિક સ્થિતિ ઉત્તમ રહે
  2. ત્યારબાદ આપનું ધનસ્થાન પણ મજબૂત રહે
  3. સીવીલ સપ્લાય સાથે સંકળાયેલા જાતકોને લાભ

ધન (ભધફઢ)

  1. કાર્યમાં અડચણ ઊભી થાય
  2. આપની અથાગ મહેનત પણ ઓછી પડે
  3. મનમાં અશાંતિ વ્યાપી શકે છે
  4. મંગળવાર છે ઘરમાં શ્રીફળ વધેરજો સમતા રહેશે

મકર (ખજ)

  1. પતિ-પત્ની બેઉ સાથે મળી પ્રવાસનું આયોજન વિચારી શકો છો
  2. બપોરે 2 વાગ્યા પછી કોઈ પ્રતિષ્ઠિત વડીલ વ્યક્તિની મુલાકાત પણ થાય
  3. રાત્રે મનમાં આનંદ વ્યાપે તે મનોદશા રચાય

કુંભ (ગશષસ)

  1. આવક થશે પણ આરોગ્ય જોખમાશે
  2. મનધાર્યું કાર્ય પાર પડી શકે છે
  3. સાંજે 7 વાગ્યા ભાગ્યનું બળ મળતું જણાય છે

મીન (દચઝથ)

  1. પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત ખૂબ કરો
  2. ચંદ્ર રાશી પરિવર્તન બપોરે કરશે એટલે સરળતા રહેશે
  3. આપનો સંકલ્પ સિદ્ધ થતો જણાશે.
  4. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના યોગ પણ રચાયા છે.

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news