મોહમ્મદ નબીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, વનડે અને ટી20 રમશે

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નબીનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે સંન્યાસ લેવાની વાત કરી છે. નબીએ કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટ એક મહત્વપૂર્ણ ફોર્મેટ છે.
 

મોહમ્મદ નબીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, વનડે અને ટી20 રમશે

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. તે બાંગ્લાદેશ વિરુદ્ધ ચાલી રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ બાદ આ ફોર્મેટમાં રમશે નહીં. 34 વર્ષીય નબીએ અફઘાનિસ્તાન માટે ત્રણ ટેસ્ટ રમી છે. તે પ્રથમવાર ટેસ્ટ રમનારી ટીમમાં સામેલ હતો. અફઘઆનિસ્તાને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 2018મા ભારત વિરુદ્ધ રમી હતી. નબી ઈચ્છે છે કે યુવા ખેલાડી આ લાંબા ફોર્મેટમાં રમે. 

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નબીનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે સંન્યાસ લેવાની વાત કરી છે. નબીએ કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટ એક મહત્વપૂર્ણ ફોર્મેટ છે, જેને દરેક ક્રિકેટર રમવા ઇચ્છે છે. મેં છેલ્લા 18 વર્ષથી અફઘાનિસ્તાનની સેવા કરી છે. મારૂ સપનું હતું કે અફઘઆનિસ્તાનને ટેસ્ટનો દરજ્જો હાસિલ કરવામાં મદદ કરી શકુ.'

નબી આયર્લેન્ડ વિરુદ્ધ મળેલી પ્રથમ ટેસ્ટ જીતમાં ટીમની સાથે હતો. નબી અફઘાનિસ્તાનના પ્રથમ વનડે અને ટી20 ટીમમાં પણ સામેલ હતો. નબી હાલ વનડે અને ટી20 રમવાનું ચાલુ રાખશે. તેણે 121 વનડેમાં 2699 રન બનાવ્યા છે. આ દરમિયાન 128 વિકેટ પણ ઝડપી છે. 68 ટી20મા તેણે 1161 રન બનાવવાની સાથે 69 વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news