નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
અમિત શાહે કહ્યું કે, મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીના નેતૃ્વમાં જે વિકાસ થયો તે પુર્વોત્તર રાજ્યોને અલગ ઉંચાઇએ લઇ જશે
Trending Photos
ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલનાં 68માં પુર્ણ અધિવેશનમાં ભાગ લેવા માટે ગુવાહાટી પહોંચ્યા. આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકાર નોર્થ ઇસ્ટ રાજ્યોનાંવિશેષ દરજ્જો આપનારા રાજ્ય ગુવાહાટી પહોંચ્યા. આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકાર નોર્થ ઇસ્ટ રાજ્યોને વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 371 ને બદલવામાં નહી આવે. અમિત શાહે કહ્યું કે, ભારતીય સંવિધાન અનુચ્છેદ 371 નું સન્માન કરે છે અને તેને કોઇ પણ પ્રકારે નહી બદલે. તેમણે કહ્યું કે સંસદમાં જ્યારે હું અનુચ્છેદ 370 માટે બિલ લઇને ઉપસ્થિત થયો હતો તો વિપક્ષનાં લોકોએ આ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે અનુચ્છેદ 371ને પણ હટાવી દેવામાં આવશે. ભાજપ સરકાર 371 નું સંપુર્ણ સન્માન કરે છે.
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે આખરે થયું શું? તમામ સવાલોના 3 દિવસમાં મળશે જવાબ!, જાણો કઈ રીતે
Union Home Min Amit Shah at 68th Plenary Session of North Eastern Council, in Guwahati: Mahabharat ke yudh ke andar, Babruvahan ho ya Ghatotkach ho,dono Northeast ke the. Arjun ki shadi bhi yahin Manipur mein hui thi.Sri Krishna ke pote ka vyaah bhi Northeast mein hua tha.#Assam pic.twitter.com/7KnGPYhthV
— ANI (@ANI) September 8, 2019
મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO
ગૃહમંત્રીએ કહ્યું કે, નોર્થ ઇસ્ટ અને ભારતનો જુડાવ એક જ છે મહાભારત કાળથી એક જ છે. અર્જુન અને ભીમ બંન્નેના નોર્થ ઇસ્ટનાં હતા. અર્જુનનાં લગ્ન મણિપુરમાં થયા હતા અને શ્રીકૃષ્ણનાં પ્રપોત્રનાં લગ્ન પણ નોર્થ ઇસ્ટમાં જ થયા હતા. તેમણે કહ્યું કે, અમે નોર્થ ઇસ્ટની સંસ્કૃતીને આગળ વધારીશું.
વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી બોલ્યા- હરિયાણાને 'ડબલ એન્જિન'નો લાભ મળ્યો
અમિત શાહે કહ્યું કે, મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે વિકાસ થયો તે તમને અલગ જ મુકામ અપાવશે. આજે અહીં 8 મુખ્યમંત્રીઓ બેઠા છે. તેમાંથી એક પણ કોંગ્રેસી નથી. નોર્થ ઇસ્ટની આતંકવાદી ગતિવિધિઓમાં પણ ઘટાડો થયો છે. જે હથિયાર હેઠા મુકશે તે અમારી સાથે આવી શકે છે. જેમના હાથમાં હથિયાર છે તેમના પ્રત્યે જીરો ટોલરેન્સની નીતિ અમારી 2022 સુધી નોર્થ ઇસ્ટનાં આઠેય રાજ્યો રેલ સુવિધાથી લેસ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે