અમદાવાદમાં હવે અમેરિકા જેવું... સાબરમતી નદીમાં કરવા મળશે કાયાકિંગ

Kayaking On Ahmedabad Riverfront : અમદાવાદીઓ આજથી રિવરફ્રન્ટમાં માણી શકશે કાયાકિંગ રાઈડની મજા....50 મિનિટની રાઈડનો આનંદ માણવા માટે ચુકવવો પડશે 300થી 600 રૂપિયાનો ચાર્જ...
 

અમદાવાદમાં હવે અમેરિકા જેવું... સાબરમતી નદીમાં કરવા મળશે કાયાકિંગ

Ahmedabad News : અમદાવાદની સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ અનોખું હબ બની રહ્યું છે. એક જ નદી પર એટલી એક્ટવિટી છે, લોકોને આખો દિવસ પણ ઓછો પડે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત થઇ છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આજથી કાયાકિંગની શરૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટમાં લોકો પહેલી વખત જાતે ક્યાકસમાં બેસી નદીમાં રાઈડ કરી શકશે. અત્યાર સુધી લોકો માત્ર વડોદરાના આમરોલમાં કાયાકિંગની મજા માણી શક્તા હતા. પરંતુ હવે અમદાવાદમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો માટે વધુ એક સુવિધા ઉમેરાઈ છે. રિવરફ્રન્ટ પર આજથી કાયકિંગ રાઈડની શરૂઆત કરાઈ છે. પ્રથમ વખત રિવરફ્રન્ટ પર લોકો રાઈડની મજા માણી શકશે. અત્યાર સુધી વડોદરામાં જ કાયાકિંગની સુવિધા હતી. પરંતુ હવે અમદાવાદીઓને પણ તેનો લાભ મળી શકશે.

કાયાકિંગ વિશે માહિતી 

  • સવારે 6થી સાંજના 7 વાગ્યા સુધી રાઈડની મજા માણી શકાશે
  • રાઈડમાં લોકો 50 મિનિટ સુધી મજા માણી શકશે
  • સવારે 6થી 10  વાગ્યા સુધી રાઈડનો ચાર્જ રૂપિયા
  • સવારે 10થી 1 અને 3થી 4 વાગ્યા સુધી 300 રૂપિયા ભાડું રહેશે
  • બપોરે 4થી સાંજે 7 વાગ્યા સુધી રાઈડનો ચાર્જ 600 રૂપિયા
  • લોકોના પ્રતિસાદને જોઈને ચાર્જમાં ફેરફાર થાય તેવી શક્યતા

દૂધના ભાવમાં આજથી વધારો, Amul ના તમામ પ્રકારના દૂધમાં આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

ક્યાંથી ક્યાં સુધી કાયાકિંગ કરી શકાશે
 શહેરના સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં 11 થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે. કાયાકિંગ કરનારા શોખીનોને આરંભમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. 

કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતના દરિયા કિનારાના રાજ્યો અને ઉત્તરાખંડના ઋષિકેશમાં જોવા મળે છે. તો ગુજરાતમાં માત્ર વડોદરામાં છે. મહીસાગર નદીમાં કાયકિંગ કરાવવામા આવે છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે પણ આ સુવિધા ઉભી થઈ છે. કાયાકિંગના શોખીનો કાયાકિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇફગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. જોકે, 12 વર્ષથી વધુ વયના લોકો જ કાયાકિંગની મજા માણી શકશે. શરૂઆતમાં સાત ડબલ સીટવાળી, ત્રણ સિંગલ સીટવાળી અને એક રેસ્ક્યુ બોટ રહેશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર દ્વારા તાલીમ આપવામાં આવશે. તેઓને કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવવામાં આવશે.

બપોર પછી ભાડું ડબલ
કાયારિંગમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ભાડું 300 રૂપિયા રાખવામાં આવ્યું છે. જોકે, સાંજના સમયનું ભાડું ડબલ કરી દેવાયું છે. સાંજના સમયે ભાડું સીધું 600 રૂપિયા વસૂલવામા આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news