ચહેરા પર દેખાતા કાળા ડાઘ અને બ્લેકહેડ્સ દુર કરવા નહીં જવું પડે પાર્લર, આ 4 ઘરગથ્થુ ઈલાજ કરી દેશે કામ
Skin Care Home Remedies: તડકાના કારણે સનબર્ન થઈ શકે છે અને સાથે જ ડેડ સ્કીન ત્વચાને ડલ કરી દે છે. જો તમારી ત્વચા પણ તડકા અને કારણે ડલ થઈ ગઈ હોય તો આજે તમને ચાર દેશી નુસખા જણાવીએ. તેને અજમાવવાથી ડલ સ્કીનથી મુક્તિ મળી જશે.
Trending Photos
Skin Care Home Remedies: આજના સમયમાં મોટાભાગના લોકોને ત્વચા સંબંધિત કોઈને કોઈ સમસ્યા હોય જ છે. તેમાં સૌથી સામાન્ય બ્લેકહેડ્સ અને ત્વચા કાળી પડી જવાની તકલીફ હોય છે. ગરમીના કારણે આ સમસ્યા વધી જાય છે. તડકાના કારણે સનબર્ન થઈ શકે છે અને સાથે જ ડેડ સ્કીન ત્વચાને ડલ કરી દે છે. જો તમારી ત્વચા પણ તડકા અને કારણે ડલ થઈ ગઈ હોય તો આજે તમને ચાર દેશી નુસખા જણાવીએ. તેને અજમાવવાથી ડલ સ્કીનથી મુક્તિ મળી જશે.
આ પણ વાંચો:
ચણાનો લોટ અને ગ્રીન ટી
જો તમારી ત્વચા ડલ થઈ ગઈ હોય તો ચણાના લોટમાં ગ્રીન ટી મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થશે. તેના માટે ત્રણ ચમચી ચણાના લોટમાં ગ્રીન ટી મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાડો. દસ મિનિટ પછી ચહેરો સાફ કરી દેવો.
મુલતાની માટી અને ચણાનો લોટ
ચણાનો લોટ અને મુલતાની માટી પણ ચહેરા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ બંને વસ્તુનું મિશ્રણ ડલનેસ દૂર કરે છે. મુલતાની માટી ત્વચાના રોમ છિદ્રોને નાના કરવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી બ્લેક હેડ્સ પણ દૂર થવા લાગે છે.
પપૈયું અને ચણાનો લોટ
સ્કિનની ડલનેસ દૂર કરવા માટે પપૈયું પણ બેસ્ટ છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં પપૈયાની પેસ્ટ ઉમેરી તેને ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને સાફ કરી લેવો.
હળદર અને ચણાનો લોટ
સ્કીનની ડલનેસ દૂર કરી અને ત્વચા પર ગ્લો વધારવા માટે ચણાનો લોટ અને હળદર સૌથી બેસ્ટ છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં ચપટી હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી ચહેરા પર મસાજ કરો. તેને 10 મિનિટ ચહેરા પર રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે