Vastu Tips: ઘરમાં આ 5 વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો, ટૂંક જ સમયમાં બદલાઈ જશે તમારું નસીબ!
વાસ્તુની આપણા જીવનમાં ખૂબ જ મોટી અસર થાય છે. વાસ્તુ પર ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિર્ભર હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દુનિયામાં બે પ્રકારની ઉર્જા હોય છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક હોય છે. સકારાત્મક ઉર્જા ઘરમાં ખુશાલી લાવે છે. ઘરની બનાવવા પર અને તેમાં સામાન રાખવા પર વાસ્તુ શાસ્ત્રની નકારાત્મક અને સકારાત્મક અસર નક્કી થાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વાસ્તુની આપણા જીવનમાં ખૂબ જ મોટી અસર થાય છે. વાસ્તુ પર ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિર્ભર હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દુનિયામાં બે પ્રકારની ઉર્જા હોય છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક હોય છે. સકારાત્મક ઉર્જા ઘરમાં ખુશાલી લાવે છે. ઘરની બનાવવા પર અને તેમાં સામાન રાખવા પર વાસ્તુ શાસ્ત્રની નકારાત્મક અને સકારાત્મક અસર નક્કી થાય છે. એટલા માટે આપણે ઘરમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કઈ વસ્તુ ક્યાં મૂકવી અને કેવી રીતે મૂકવી તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે આજે અમે જણાવીશું કે, વાસ્તુ અનુસાર ચીજ વસ્તુઓને કેવી રીતે મૂકવી જોઈએ જેથી તમારા નસીબ ખૂલી જાય.
Sanjay Dutt ની પત્ની એક સમયે C ગ્રેડ ફિલ્મોમાં કરતી હતી 'ગંદુકામ' જાણો સંજુબાબાએ કેમ કરવા પડ્યા લગ્ન
રસોડામાં બલ્બ લગાવો-
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ સવારે સાંજે બલ્બ શરૂ કરો. ખાસ કરીને રસોડામાં બલ્બ અગ્નિ ખૂણામાં લગાવવો જોઈએ. જેનાથી ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે.
ઘોડાની નાળ લગાવો-
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘોડાની નાળને લગાવવી લાભદાયી છે. ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.
પર્વતનું ચિત્ર લગાવો-
વાસ્તુ અનુસાર ઘરમાં પર્વનું ચિત્ર હંમેશા બેસવાની જગ્યાની પાછળની દિવાલ પર લગાવવું જોઈએ. જેનાથી આપણે બળ મળે છે અને આત્મવિશ્વાસની કમી દૂર થાય છે.
સુવાની દિશાનું ખાય ધ્યાન રાખો-
વાસ્તુ અનુસાર ઘરમાં બેડરૂમ એવી રીતે બનાવો કે જેમાં સુવાનું દક્ષિણ દિશામાં હોય. જેનાથી આપણો સ્વભાવ ઉત્તમ થાય છે.
ટોયલેટની દિશાનું ખાસ ધ્યાન રાખો-
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ટોયલેટ પૂર્વ દિશામાં રાખો જેથી ટોયલેટમાં તમારું મોઢું ઉત્તર અથવા દક્ષિણ દિશાની તરફ આવે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને તમને સફળતા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે