30 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય-શનિ, આ 3 રાશિ પર ભાગ્ય થશે મહેરબાન, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે

વૈદિક પંચાગ મુજબ કુંભ રાશિમાં સૂર્ય અને શનિદેવની યુતિ બની રહી છે. જેનાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે....જાણો તે લકી રાશિઓ વિશે. 

30 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય-શનિ, આ 3 રાશિ પર ભાગ્ય થશે મહેરબાન, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે

વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2024માં અનેક મુખ્ય ગ્રહોની યુતિ બનવા જઈ રહી છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડતો જોવા મળશે. ગ્રહોના રાજા સૂર્ય અને શનિની પણ યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ કુંભ રાશિમાં બનશે. આ સાથે જ આ બંને ગ્રહોનો કુંભમાં 20 વર્ષ બાદ સંયોગ બની રહ્યો છે. આથી આ યુતિ જ્યોતિષના દ્રષ્ટિકોણથી ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. આ સાથે જ આ યુતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો ઉપર જોવા મળશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો ખુબ સાથ મળશે. ધન સંપત્તિમાં વધારો થશે. જાણો આ લકી રાશિઓ વિશે...

સિંહ રાશિ
શનિ અને સૂર્યની યુતિ સિંહરાશિવાળા માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન પરિણીત લોકોનું લગ્નજીવન ખુશનુમા રહેશે. આ સાથે જ તમે આ સમય દરમિયાન ધનની સારી રીતે બચત કરવામાં સફળ રહેશો અને કમાણીના નવા રસ્તા બનશે. જીવનસાથી સાથે તમારી સંયુક્ત સંપત્તિ વધશે. પાર્ટનરશિપના કામમાં લાભ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમને કુટુંબીજનોનો સાથ સહકાર મળશે. જે લોકો નોકરીયાત છે તેમને માર્ચ બાદ પ્રમોશ અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. 

મકર રાશિ
શનિ અને સૂર્યની યુતિ તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભના યોગ છે. આ સાથે જ ફસાયેલું ધન મળશે. તમારું બેંક બેલેન્સ વધશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. આ સાથે જ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા ધન સન્માનમાં વધારો  થશે. તમારી વાણીમાં પ્રભાવ વધશે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. માર્ચ બાદ તમારા કામ કાજમાં તમને પ્રગતિ થતી જોવા મળશે. નોકરીયાતોની પદોન્નતિ થશે. 

મિથુન રાશિ
તમારા માટે શનિ અને સૂર્યની યુતિ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી બુધના શનિ અને સૂર્ય બંને મિત્રો છે. આ સાથે જ આ યુતિ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકી શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમારા મહત્વપૂર્ણ કામ પાર પડશે. તે ધનની સારી બચત કરવામાં સફળ રહેશો અને તમારા માટે કમાણીના નવા રસ્તા ખુલશે. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે આ બંને ગ્રહોની યુતિ શુભ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. કામકાજ સંબંધિત મુસાફરી કરવાના યોગ છે. જે શુભ  રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news