રાજીનામાની અટકળો વચ્ચે ચિરાગ પટેલનો રાજકીય નાસ્તો : સવાર સવારમાં પહોંચ્યા ગાંધીનગર
Gujarat Congress MLA Chirag Patel May Resign : રાજકીય ચર્ચા જગાવીને ચિરાગ પટેલ સવાર સવારમાં ગાંધીનગરમાં નાસ્તો કરવા પહોંચ્યા... ZEE 24 કલાક સાથેની Exclusive વાતચીતમાં મોટું નિવેદન આપ્યું...
Trending Photos
Gujarat Politics : ત્રણ રાજ્યોમાં જીત બાદ હવે ગુજરાત ભાજપ એક્ટિવ થયું છે. ત્યારે ફરી એકવાર ભાજપને લોકસભામાં હેટ્રિક મારવી છે. 26 એ 26 બેઠકો અંકે કરવા માટે ભાજપ કામે લાગી ગયું છે. બે લોકસભા ચૂંટણી બાદ સતત ત્રીજી લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકો મેળવવી છે. ભાજપની આ મહત્વાકાંક્ષા અન્ય પક્ષો માટે હાનિકારક સાબિત થઈ રહી છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય આ અટકળો વચ્ચે સવાર સવારમાં ગાંધીનગર જઈ પહોંચ્યા છે. ત્યારે આજે તેઓ પોતાનું રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં તેજ બની છે. શું ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપશે? ZEE 24 કલાક સાથેની Exclusive વાતચીતમાં મોટું નિવેદન આપ્યું.
રાજીનામા જેવું કંઈ નથી
રાજીનામાની ચર્ચા અંગે ચિરાગ પટેલે જણાવ્યું કે, સવારથી બધી વાર્તા ચાલી છે. પંરતુ આજે મંગળવારનો દિવસ છે. દર મંગળવારે સાંસદ સભ્યો અને ધારાસભ્યોની પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવાનો દિવસ હોય છે. દિવસના રુટીન મુજબ મારા વિસ્તારના પ્રશ્નો લઈને આજે ગાંધીનગર આવ્યો છું. રાજીનામા જેવુ કંઈ નથી. ખબર નહિ તમારી પાસે વાત ક્યાઁથી આવી છે.
આમ, ચિરાગ પટેલે રાજીનામાની ચર્ચા અંગે મગનું નામ મરી ન પાડ્યું. રાજીનામાની અટકળો વચ્ચે ચિરાગ પટેલનો આ રાજકીય નાસ્તો ચર્ચા જગાવી રહ્યો છે. જોકે, તેઓએ હાલ રાજીનામા અંગે કોઈ સ્પષ્ટતા ન કરી. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સવારે 11 વાગે ચિરાગ પટેલ રાજીનામુ આપશે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપશે.
સવાર સવારમાં નાસ્તો કરવા પહોંચ્યા ધારાસભ્ય
26 બેઠકો અંકેક રવા ભાજપે ફરીથી અન્ય પક્ષોના નેતાઓ તરફ નજર દોડાવી છે. રાજકીય ચર્ચાઓ વચ્ચે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા વાટીદારના ખમણ ઢોકળાનો નાસ્તો ગાંધીનગરમાં કર્યો. ત્યારે ચોક્કસ ચિરાગ પટેલે આજે કોઈ ઘટનાક્રમ ન સર્જાવવા હોવાની વાત કરી છે. જોકે ચિરાગ પટેલ પોતે રાજીનામું નથી આપવાના તેવી પણ વાત કરતા નથી. પરંતુ અમસ્તા કો કોઈ ધારાસભ્ય સવાર સવારમાં નાસ્તા કરવા કેવી રીતે પહોંચી જાય.
પક્ષપલટાની ભાજપની જૂની રણનીતિ
હજી ગત સપ્તાહમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતું. માત્ર ચિરાગ પટેલ અને ભૂપત ભયાણી નહિ, આ લિસ્ટમાં અન્ય નામો પણ સામેલ છે. ખંભાતની બેઠકની વાત કરીએ તો, ખંભાતમાં ભાજપના મુયર ભટ્ટની હાર થઈ હતી. ખંભાત હિન્દુત્વવાદી વિસ્તાર છે. ભાજપ દ્વારા પક્ષપલટાની રણનીતિ અપનાવાય છે. આર્થિક પ્રલોભનો આપીને કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને પોતાની તરફ લાવવાની ભાજપની આ રણનીતિ બહુ જ જૂની છે. જોકે, હકીકત એ પણ છે કે, આપ અને કોંગ્રેસ પાર્ટી પોતાના ધારાસભ્યોને સાચવી શક્તી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે