Surya Gochar 2023: 1 વર્ષ પછી સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ, 32 દિવસ સુધી આ 4 રાશિ પર થશે ધન વર્ષા

Surya Gochar 2023: સૂર્ય નિયમિત રીતે પોતાની રાશિ બદલે છે. જ્યારે પણ સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના લોકો પર પડે છે. હાલ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરે છે. એક વર્ષ પૂર્ણ કરી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

Surya Gochar 2023: 1 વર્ષ પછી સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ, 32 દિવસ સુધી આ 4 રાશિ પર થશે ધન વર્ષા

Surya Gochar 2023: સૂર્યને ગ્રહોના મહારાજા કહેવાય છે. સૂર્ય નિયમિત રીતે પોતાની રાશિ બદલે છે. જ્યારે પણ સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના લોકો પર પડે છે. હાલ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરે છે. એક વર્ષ પૂર્ણ કરી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 15 જૂન 2023 ના રોજ મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે. તે 32 દિવસ સુધી આ રાશિમાં રહેશે અને 17 જુલાઈએ ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરશે. સૂર્ય જ્યાં સુધી મિથુન રાશિમાં રહેશે ત્યાં સુધી ચાર રાશિના લોકોને સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થશે. કઈ છે આ ભાગ્યશાળી રાશિ ચાલો તમને જણાવીએ.

આ પણ વાંચો:

કુંભ રાશિ

સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ કુંભ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત કરશે. તેમને કાર્ય સ્થળ પર નવી જવાબદારી મળી શકે છે અને ઇન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન મળશે. બિઝનેસમાં સફળતા મળશે. કારોબારનો વિસ્તાર થશે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ શુભ સાબિત થશે. જીવનસાથી સાથે સાથે સંબંધ મજબૂત રહેશે.

સિંહ રાશિ 

કાર્યોમાં સફળતા મળશે અને સમાજમાં નામના વધશે. પ્રભાવશાળી લોકો સાથે પરિચય થશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કામકાજની દ્રષ્ટિએ આગોચર શુભ સાબિત થશે. લવ લાઇફમાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ સમસ્યામાંથી બહાર આવવામાં સફળતા પણ મળશે.

કન્યા રાશિ

સૂર્યનું ગોચર આ રાશિમાં થવાનું છે તેથી આ રાશિના લોકોને પણ ભાગ્યનો સાથ મળશે. 15 જૂન થી 17 જુલાઈ વચ્ચે નોકરી અને ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રસંશા કરશે. નોકરી બદલવાનું વિચારતા હોય તો નવી નોકરીની ઓફર મળી શકે છે.

મેષ રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે પણ શુભ સાબિત થશે. પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થશે. ઘરમાં માંગલિક કે શુભ કાર્ય થઈ શકે છે. પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો. બિઝનેસનો વિસ્તાર થશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news