સ્ત્રીઓના આ અંગ પર ગરોળી પડે તો સાત પેઢી કરે રાજ! જાણો શુકનશાસ્ત્ર

Shukan Shastra: શુકનશાસ્ત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. પણ જે જે લોકો પાસે આની જાણકારી હોય છે એ લોકો ખુબ આગળ નીકળી જાય છે. જાણો શુકનશાસ્ત્રમાં ગરોળી વિશે કહેવામાં આવેલી સૌથી મહત્ત્વની વાત...

સ્ત્રીઓના આ અંગ પર ગરોળી પડે તો સાત પેઢી કરે રાજ! જાણો શુકનશાસ્ત્ર

Shukan Shastra: દરેકના ઘરમાં ગરોળી હોય છે. ગરોળી એ લક્ષ્મીજીનું વાહન કહેવાય છે. ગરોળી આપણી ઉપર પડે તો ખરેખર લાભ થાય કે નુકસાન? આ સવાલ પણ ઘણાં લોકોના મનમાં આવતો હોય છે. ગરોળી એવો જીવ છે જેનાથી આમ આપણને કોઈ નુકસાન થતું નથી પરંતુ ઘરમાં તેને ફરતા જુઓ કે ડર લાગે. શાસ્ત્રોમાં પણ ગરોળી સાથે જોડાયેલા કેટલાક શુકન અપશુકન વિશે જણાવ્યું છે. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કઈ અંગ પર ગરોળીનું પડવું અશુભ છે ચાલો આજે તમને પણ જણાવીએ. 

- માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.

- ડાબા કાન પર ગરોળી પડવું પણ શુભ છે. જે વ્યક્તિના ડાબા કાન પર ગરોળી પડે છે એને ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે.

- જો સૂતી સમયે તમારી બંને આખો પર ગરોળી પડે છે તો એને અર્થ છે તમને ધન મળી શકે છે. આ શુભ સંકેત છે.

- જો કોઈ પણ વ્યક્તિના ખભા પર ગરોળી પડે છે તો એમણે પરેશાન ન થવું જોઈએ. એને એના કાર્યોમાં સફળતા મળી શકે છે. આ દુશ્મનો પર જીતના સંકેત પણ હોઈ શકે છે.

- આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.

- ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. 

- ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે. 

- તમારી કમર પર ગરોળી પડવાનો અર્થ છે કે તમે હાથી અથવા ઘોડા પર સવારી કરશો. જો ગરોળી જાંઘ પર પડે તો તે શુભ માનવામાં આવે છે.

- ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news