16 હજાર રૂપિયાની માછલી ખરીદી લાવ્યા, ઘરના તળાવમાં નાખતા જ થયો જબરો 'ચમત્કાર'!

આ વ્યક્તિ પોતાના ઘર માટે એક માછલી ખરીદીને લાવ્યો પણ જ્યારે આ માછલીને પોતાના ઘરના તળાવમાં નાખી તો થોડા દિવસોમાં કઈક એવું જોવા મળ્યું કે આ જોઈને તે વ્યક્તિ અને તેનો પરિવાર ડઘાઈ ગયા. આસપાસના લોકોના પણ હોશ ઉડી ગયા. 

16 હજાર રૂપિયાની માછલી ખરીદી લાવ્યા, ઘરના તળાવમાં નાખતા જ થયો જબરો 'ચમત્કાર'!

દુનિયામાં એવા ચિત્ર વિચિત્ર જીવો હોય છે જેમાંથી ઘણા બધા વિશે તો આપણને માહિતી પણ હોતી નથી. ક્યારેક જ્યારે આવા જીવો આપણી સામે આવી જાય તો હોશ ઉડી જાય છે. આવું જ કઈક ઈંગ્લેન્ડના એક વ્યક્તિ જોડે થયું. આ વ્યક્તિ પોતાના ઘર માટે એક માછલી ખરીદીને લાવ્યો પણ જ્યારે આ માછલીને પોતાના ઘરના તળાવમાં નાખી તો થોડા દિવસોમાં કઈક એવું જોવા મળ્યું કે આ જોઈને તે વ્યક્તિ અને તેનો પરિવાર ડઘાઈ ગયા. આસપાસના લોકોના પણ હોશ ઉડી ગયા. 

ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના એક રિપોર્ટ મુજબ 48 વર્ષનો મેલકમ પોર્સન ઈંગ્લેન્ડના લીડ્સમાં પાર્ટનર અને પુત્રી સાથે રહે છે. તે 3 વર્ષ પહેલા કોઈ કાર્પ પ્રજાતિની માછલી ખરીદીને લાવ્યો હતો. તેની કિંમત તે વખતે 16 હજાર રૂપિયા હતી. માછલીનું નામ બોબ રાખ્યું. તેમણે આ માછલીને ઘરના તળાવમા નાખી દીધી. જેની સાથે 11 અન્ય માછલીઓ પણ હતી. આ માછલીઓ રંગ બદલવા માટે જાણીતી છે. સમય સાથે તેમના શરીર પર બનેલી ડિઝાઈન અને રંગમાં ફરક પડે છે. પણ બોબના શરીરની માર્કિંગમાં તો ઘણો ફેરફાર જોવા મળ્યો. 

માછલીના ચહેરા પર બની ગયા નિશાન
મેલકમે નોંધ્યુ કે માછલીના માથા પર જે માર્કિંગ છે તે માણસના આંખ, નાક, અને મો જેવા લાગી રહ્યા છે. આ જોઈને મેલકમ અને તેનો પરિવાર ચકિત થઈ ગયા. કારણ કે આ અગાઉ તેમણે ક્યારેય માછલી પર ચહેરો જોયો નહતો. હવે તે માછલી મેલકમની નજરમાં અનમોલ બની ગઈ છે. તેમણે જણાવ્યું કે તેમના મિત્રો અને પરિવારના લોકો આ માછલીને ખુબ પસંદ કરે છે. 

માછલીને જોવા આવે છે લોકો
તેમની પુત્રીની બહેનપણીઓ હંમેશા આ માછલીને જોવા માટે જીદ કરે છે. અનેકવાર તો જે લોકો મેલકમના ઘર પાસેથી નીકળે છે તેઓ પણ હંમેશા ગેટની અંદર ડોકિયુ કરીને માછલીને જુએ છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે માછલી ખરીદી હતી ત્યારે તેમના ચહેરા પર કોઈ નિશાન નહતા. તેમણે જણાવ્યું કે માછલી ખુબ લાલચુ છે, તેને હંમેશા ખાવાનું જોઈએ છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news