Long Hair: સવારે ખાલી પેટ પીવા લાગો આ વસ્તુ, 30 દિવસમાં વાળ કમર સુધી લાંબા થઈ જશે
Long Hair: જો તમને કમર સુધી લાંબા વાળ ગમે છે પણ વાળની લંબાઈ વધતી નથી તો તમે વાળને ઝડપથી લાંબા કરવા માટે રોજ સવારે ખાલી પેટ આ વસ્તુ પીવાનું શરુ કરી દો. આ ઉપાયથી 30 દિવસમાં જ વાળની લંબાઈમાં વધારો દેખાશે.
Trending Photos
Long Hair: વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય એટલે કે વાળનો ગ્રોથ સારો કરવો હોય તો હેર કેર પર ખાસ ધ્યાન આપવું પડે છે. હેર કેરમાં નિયમિત વાળમાં તેલ લગાડવું, સારી રીતે વાળને શેમ્પુથી સાફ કરવા, વાળને પોષણ મળે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી યુવતીઓ એવી હોય છે જેમને લાંબા વાળનો શોખ હોય છે પરંતુ તેમના વાળનો ગ્રોથ સારો હોતો નથી. વાળની માવજત કર્યા પછી પણ વાળ લાંબા થતા નથી. જો તમારી પણ સમસ્યા આવી જ હોય તો આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેને અપનાવવાથી હેર ગ્રોથ ઝડપથી વધે છે.
બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે સવારે પાણી પીવાની આદતમાં જો એક સામાન્ય ફેરફાર કરી લેવામાં આવે તો વાળ વધારે હેલ્ધી, લાંબા અને મજબૂત થઈ શકે છે. સવારે ખાલી પેટ પાણી પીવાની આદત ઘણા લોકોને હોય છે પરંતુ આ પાણીને જો તમે થોડું હેલ્ધી બનાવીને પીવો છો તો તે વાળની લંબાઈ ઝડપથી વધારી શકે છે..
એક્સપર્ટ જણાવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સવારે ખાલી પેટ પીવાથી વાળને ફાયદો થઈ શકે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી ડાઇઝેશન સંબંધિત સમસ્યાઓ તો મટે જ છે પરંતુ તેની સાથે જ વાળની સમસ્યા પણ દૂર થાય છે. રાત્રે પાણીને તાંબાના વાસણમાં ભરીને રાખવું અને સવારે સૌથી પહેલા આ પાણી પી લેવું તેનાથી ઘણી બધી હેર પ્રોબ્લેમ દૂર થઈ જાય છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી રેડ બ્લડ સેલ્સને અને વાઈટ બ્લડ સેલ્સને વધારે છે. તે આયરનના અવશોષણમાં પણ મદદ કરે છે. આ પાણી શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને હેરફોલ જેવી સમસ્યાને અટકાવે છે.
જો વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય અને હેર પ્રોબ્લેમ દૂર કરવી હોય તો એક થી બે લીટર પાણીને તાંબાના વાસણમાં ભરીને રાખો. રાત્રે આ પાણીને ઢાંકીને રાખી દેવું અને બીજા દિવસે સવારે આ પાણી પીવું. બધું જ પાણી એક સાથે પીવાનું નથી સવારે ખાલી પેટ ફક્ત એક ગ્લાસ પાણી પીવું અને બાકીનું પાણી દિવસ દરમિયાન પીતા રહેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે