આજથી આ 3 રાશિના જાતકો માટે ઉગ્યો સુખનો સુરજ, ધનના દાતા તમારી ઝોળી ભરી દેશે, છપ્પરફાડ લાભ થશે!
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન અને વૈભવના કારક ગ્રહ ગણવામાં આવે છે. જેના પર તેની મહેરબાની હોય તે જાતકો પર લક્ષ્મીમાતાની અપાર કૃપા વરસતી હોય છે. જાણો તે લકી રાશિઓ વિશે....
Trending Photos
જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક નિશ્ચિત સમય બાદ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. ધન, સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, પ્રેમ અને વૈભવ તથા કામવાસનાના કારક ગ્રહ જેના પર મહેરબાન હોય છે તે વ્યક્તિને તમામ સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. 28 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 7.42 વાગે શુક્ર ગ્રહે ગુરુની રાશિમાં પ્રવેશ કર્યો જેના કારણે હવે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. મીન રાશિમાં શુક્રના ગોચરથી 3 રાશિના જાતકોને લાભ જ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભકારી રહેશે. સુખ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. લાંબા સમયથી જે કામ ન કરી શકતા હોવ તે પૂરા થશે. વાહન ખરીદવાનું વિચારી શકો છો. રોકાણ કરવાનું લાભકારી રહેશે. આત્મવિશ્વાસ પહેલા કરતા વધશે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભકારી રહેશે. કોઈ મોટા ખુશખબર મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. અચાનક ધનવૃદ્ધિના યોગ બની શકે છે. નોકરીયાતો માટે પ્રગતિ મેળવવાના નવા દરવાજા ખુલી શકે છે. સંબંધો મજબૂત થશે. ઘર અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ રહેશે. જલદી તમને તમારી મહેનતનું ફળ સફળતા રૂપે મળી શકે છે. વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભકારી રહેશે. કામકાજમાં પ્રગતિ થશે. ધનવૃદ્ધિના યોગ બનશે જે આર્થિક સ્થિતિને પહેલા કરતા વધુ મજબૂત બનાવી શકશે. જીવનમાં ખુશહાલી રહેશે. કોઈ ખુશખબર મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. નોકરીયાતો માટે સમય સારો રહેશે. આવક વધારા અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ વધશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે