મજાક કોઈનો જીવ લઈ ગઈ! એક યુવકે બીજા યુવકના ગુદામાં એર કમ્પ્રેસરથી હવા ભરતા મોત થયું

Shocking Incidence : કડી તાલુકાના વડુ ગામની સીમમાં આવેલી લાયકા મેટલ ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ગંભીર ઘટના સામે આવી. અમદાવાદના ઓઢવથી ભાઈને મળવા આવેલા પ્રકાશ વણકરનું મજાકમાં કરાયેલી હરકતને કારણે મોત નિપજ્યું

મજાક કોઈનો જીવ લઈ ગઈ! એક યુવકે બીજા યુવકના ગુદામાં એર કમ્પ્રેસરથી હવા ભરતા મોત થયું

Mehsana News મહેસાણા : કડી તાલુકાના વડુ ગામ પાસે આવેલી એક કંપનીમાં અરેરાટીભર્યો બનાવ બન્યો છે. મજાક-મજાકમાં એક યુવકનો જીવ ગયો છે. સાથી કર્મચારીના પિતરાઈએ ઍર કમ્પ્રેશરથી યુવકના ગુદામાં હવા ભરતાં યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આવી હરકત કરનાર આરોપી સામે ગુનો દાખલ થયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડુ ગામે લાયકા મેટલ નામની કંપની આવેલી છે. મૂળ થરાદના પાવડાસ ગામના વતની અને કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા ઘેવાભાઈ વણકર છેલ્લા બે મહિનાથી આ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. તેમના પિતરાઈ ભાઈ અલ્પેશ વણકર પણ આ જ કંપનીમાં કામ કરે છે. ઘટના દિવસે અમદાવાદમાં નોકરી કરતો તેમનો ભાઈ પ્રકાશ તેમને મળવા આવ્યો હતો.

ત્યારે કંપનીમાં એર કમ્પ્રેસરથી કલર સૂકવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અલ્પેશ વણકરને મજાક કરવાનું મન થયું હતું. અલ્પેશે હવાના પ્રેસર માટે વપરાતા કોમ્પ્રેસરથી પ્રકાશ વણકરની ગુદામાં હવા ભરી હતી. ગુદામાં હવા ભરવાના કારણે પ્રકાશ વણકરની તબિયત લથડી હતી, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 

મોતના પગલે કોમ્પ્રેસરથી હવા ભરનાર સામે ગુનો નોંધાયો છે. ગુદામાં હવા ભરનાર અલ્પેશ વણકર સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ મજાક મજાકમાં કરેલું કામ કોઈનું જીવ લઈ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news