Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશે
Malavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
Trending Photos
Malavya Rajyog: જ્યોતિષિય દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મહત્વપૂર્ણ ફેરફાર સાથે શરૂ થશે. આગામી વર્ષમાં વિશેષ યોગ બનશે. જેમાં કેટલાક ગ્રહો રાજયોગ પણ બનાવશે. વર્ષ 2025 માં ગ્રહોનો વ્યાપક પ્રભાવ દેશ, દુનિયા, પ્રકૃતિ અને બધી જ રાશિના લોકોના જીવન પર જોવા મળશે.
વર્ષ 2025 માં મોટા અને શુભ ગ્રહમાંથી એક શુક્ર જાન્યુઆરી મહિનામાં રાશિ બદલશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ શુક્રની ઉચ્ચ રાશિ છે. વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા અને દસમા ભાવમાં પોતાની સ્વરાશિ વૃષભ, તુલા અથવા ઉચ્ચ રાશિ મીનમાં હોય તો માલવ્ય રાજયોગ બને છે. આ રાજયોગ પંચ મહાપુરુષ રાજયોગમાંથી સૌથી મહત્વપૂર્ણ છે.
જ્યારે પણ આ રાજયોગ બને છે તો વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાના માર્ગ પ્રશસ્ત થઈ જાય છે. જાન્યુઆરી 2025 માં પણ મીન રાશિમાં શુક્ર માલવ્ય રાજયોગ બનાવશે. જેના કારણે ત્રણ રાશીના જાતકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. તો ચાલો વિસ્તારપૂર્વક જણાવીએ આ લકી રાશિ કઈ છે અને તેમને કેવા ફાયદા થશે.
તુલા રાશિ
તુલા રાશિ નો સ્વામી શુક્ર ગ્રહ છે. માલવીય રાજ યોગથી આ રાશિના લોકો વધારે આકર્ષક, મિલનસાર અને આત્મવિશ્વાસી બનશે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રમોશન અને પગાર વધારો થવાની પણ સંભાવના. વેપારમાં નવી ટેકનીક નો ઉપયોગ કરવાથી લાભ થશે. આકસ્મિક ધનપ્રાપ્ત થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો પર સ્થિર અને ધૈર્યવાન હોય છે. શુક્રના માલવ્ય રાજયોગના કારણે આ રાશિના લોકો વધારે પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેશે. ધન કમાવાના પ્રયત્નો સફળ થશે. પોતાના ક્ષેત્રમાં નિપુણતા વધશે અને નવી તકો પણ મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વેપાર વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અચાનક ધન લાભ થશે. લવ લાઈફ પોઝિટિવ રહેશે. ફરવા જવાનું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મીન રાશિ
શુક્રનો માલવ્ય રાજયોગ મીન રાશિના લોકોને પણ ફાયદો કરાવશે. આ રાશિના લોકો વધારે આત્મવિશ્વાસી બનશે. ઇચ્છિત નોકરી મળવાની પણ સંભાવના. કાર્ય સ્થળ પર માન સન્માન વધશે. બેશુમાર ધન લાભ થશે. ભાગીદારીના વેપારથી લાભ વધશે. રોકાણથી સારું રિટર્ન મળશે. નવી નોકરી પણ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે