Shani Dev: શનિ બનાવશે શશ મહાપુરૂષ યોગ, આગામી 30 મહિના સૂર્યની જેમ ચમકશે આ જાતકોનું ભાગ્ય

shash mahapurush yog:  શનિ જલદી કુંભ રાશિમાં શશ મહાપુરૂષ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગને ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેના પ્રભાવથી જાતકને સુખ અને સ્મૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ શશ મહાપુરૂષ યોગથી ક્યા જાતકોને ફાયદો મળશે. 

Shani Dev: શનિ બનાવશે શશ મહાપુરૂષ યોગ, આગામી 30 મહિના સૂર્યની જેમ ચમકશે આ જાતકોનું ભાગ્ય

Shani Dev: વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિ સૌથી ધીમી ગતિથિ ચાલનાર ગ્રહ છે. શનિ દર અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. તે મકર અને કુંભ રાશિના સ્વામી હોય છે. તુલા શનિની ઉચ્ચ રાશિ છે, જ્યારે મેષ તેની નીચ રાશિ માનવામાં આવે છે. શનિની દશા સાડા સાત વર્ષની હોય છે, જેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે. 17 જાન્યુઆરીએ શનિ દેવે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આગામી અઢી વર્ષ કુંભ રાશિમાં રહેશે. આ દરમિયાન શનિ જલદી કુંભ રાશિમાં શશ મહાયોગનું નિર્માણ કરશે. 

શું હોય છે શશ મહાયોગ
શશને મહાન યોગોમાંનો એક ગણવામાં આવે છે. જો શનિ તુલા, મકર કે કુંભ રાશિમાં બેસે તો શશયોગ બને છે. શશ યોગ ધરાવનાર વ્યક્તિ કલ્યાણકારી, સલાહકાર, ગામના વડા, શ્રીમંત, સુખી અને આદરણીય વ્યક્તિ છે. જ્યારે શનિદેવ કોઈની કુંડળીમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે, તો તેના જીવનમાં સુખ-શાંતિની સંભાવના વધે છે. તેને શશ મહાપુરુષ યોગ કહેવાય છે. ચાલો જાણીએ કે શનિ દ્વારા ષષ્ઠ મહાપુરુષ યોગ બનવાના કારણે આગામી 30 મહિના સુધી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

આ રાશિનું ભાગ્ય ચમકી જશે
1. વૃષભ

શનિના પ્રભાવમાં બનવા જઈ રહેલો ષષ્ઠ મહાપુરુષ યોગ વૃષભ રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર કરશે. આગામી 30 મહિના સુધી નફો થશે. તમને ભાગ્યનો સાથ મળશે. તેનાથી નોકરી, કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થશે. વેપાર કરનારાઓ માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આર્થિક બાજુ મજબૂત રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

2. તુલા
શનિના પ્રભાવથી બની રહેલા શશ મહાપુરૂષ યોગથી તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન સુખમય થશે. કોઈ નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ સારી થશે કારણ કે આવકના નવા સ્ત્રોત ખુલશે. તમે જે પણ મહેનત કરશો, તેનું ફળ મળશે. 

3. મિથુન
આ મહાયોગની રચના સાથે, તમે તમારી કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશો. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. તેનાથી પ્રભાવિત થઈને તમે વધુ મહેનત કરશો. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમારામાંથી જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તેમના માટે આ સમય સારો છે. આ સમય દરમિયાન તમે તમારી કોઈ જૂની લોન અથવા દેવું ચૂકવી શકશો.

4. સિંહ
શનિના પ્રભાવથી બનવા જઈ રહેલા શશ મહાપુરૂષ યોગથી સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રથી સારા સમાચાર મળશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન તમારા તરફ જશે. તમારા પદ પ્રતિષ્ઠામાં વધારોથશે. કારોબારમાં સારો લાભ મળશે. આ દરમિયાન તમે કોઈ સંપત્તિમાં રોકાણ કરી શકો છો. કેટલાક જાતક પોતાની કળાથી લાભ મેળવવામાં સફળ થશે. પ્રેમ મામલા માટે આ સમય ઉત્તમ છે. 

5. કુંભ
શશ મહાપુરુષ યોગની અસરથી તમને મહેનત દ્વારા સફળતા મળશે. ઓછું કામ કર્યા પછી પણ તમે સારા પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં આવક વધારવાની ઘણી તકો મળશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેઓ આ સમય દરમિયાન તેમની ઈચ્છા મુજબ નોકરી મેળવી શકે છે. પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news